MAHISAGARSANTRAMPUR

Mahisagar : મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે રવાડી ના મેળા નું ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો

રિપોર્ટર….
અમીન કોઠારી
મહિસાગર …..

ઐતિહાસિક અને ધાર્મિક રવાડીના મેળાનું ઉદ્ઘાટન કરાવતા શિક્ષણ મંત્રીશ્રી ડો કુબેરભાઈ ડિંડોર….

મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે રવાડીનાં મેળો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો

માહિતી બ્યુરો મહીસાગર

મહીસાગર જિલ્લાના સંતરામપુરની એક આગવી ઓળખ એટલે રવાડીનો મેળો, રવાડીનો મેળો એટલે સંસ્કૃતિ અને ધર્મનો સમન્વય, સંતરામપુર ખાતે ઐતિહાસિક રવાડીના મેળાનું આયોજન વર્ષોથી પરંપરાગત રીતે કરવામાં આવે છે તેમ આ વર્ષે પણ નગરપાલિકા દ્વારા આ મેળાનું આયોજન કરી કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોરના હસ્તે રીબીન કાપી દિપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

આ પ્રસંગે કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોર એ જણાવ્યું હતું કે ,આ મેળો વર્ષો જુની પરંપરા મુજબ ગુજરાત સિવાય મધ્ય પ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યો માંથી લોકો મેળાને માણવા માટે આવે છે. દર વર્ષે ૫ થી ૧૦ દિવસ સુઘી મેળો ચાલતો હોય છે આ વર્ષે ૧૫ દિવસ સુઘી મેળો ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ વર્ષે મેળામાં પોલિસ તંત્ર દ્વારા CCTV કેમેરાનું સતત અને સઘન નિરીક્ષણ કરવામાં આવશે જેથી કોઇપણ પ્રકારની ઘટના ઊભી ન થાય. મેળો શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે સૌને શુભકામનાઓ પાઠવી.

આ પ્રસંગે દાહોદ સાંસદશ્રી જસવંતસિંહ ભાભોર જણાવ્યું હતું કે , સંતરામપુર નગરના પ્રતાપપુરા વિસ્તારમાં રવાડીનો મેળો છેલ્લા એકસો વર્ષ ઉપરાંતના સમયથી જૈન ભાઇઓના પવિત્ર પર્યુષણ પર્વ નિમિત્તે ભાદરવા સુદ પુનમથી ભાદરવા વદ બીજ સુધી ભરાય છે.આ મેળામાં જૈન સમાજ ધ્વારા ભાદરવા સુદ પૂનમના દિવસે ચાંદીની ગલગોટી કાઢવામાં આવે છે. તથા ભાદરવા વદ એકમના દિવસે ચાંદીનો તથા લાકડાની કોતરણીવાળો રથ કાઢવામાં આવે છે. જે જૈન મંદિરથી સૂકી નદીના પુલ સુધી લઈ જવામાં આવે છે. આમ ત્રણ દિવસ દરમ્યાન જૈન સમાજ ધ્વારા રાત-દિન ગરબા-રાસની રમઝટ બોલાવવામાં આવે છે. આ જૈન સમાજ ધ્વારા કાઢવામાં આવતા રથને રવાડી તરીકે ઓળખવામાં આવે છે. જેના પરથી સંતરામપુર સ્ટેટના રાજવી સ્વ.મહારાજાશ્રી જોરાવરસિંહજી ધ્વારા રવાડીનો મેળો ચાલુ કરવામાં આવેલ છે.

આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી માનસિંહ ભમાત,અગ્રણી શ્રી દશરથભાઈ બારિયા, અગ્રણી શ્રી રાવજીભાઈ પટેલ, નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી દીપસિંહ હઠીલા, સંતરામપુર મામલતદારશ્રી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button