નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મંડળ મહેસાણા પરિવાર દ્વારા આદિજાતિ વિસ્તારના બાળકોને જરૂરી સાધન સામગ્રી ની કીટનું વિતરણ

21 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
તારીખ 20 ઓગસ્ટ 2023 ને રવિવારના રોજ નિજાનંદ ગ્રૂપ પ્રકૃતિ મંડળ મહેસાણા પરિવાર તથા દાતાશ્રીઓ ના સહયોગ થી દાંતા તાલુકા ના અંતરિયાળ વિસ્તારમાં રહેતા અને આશ્રમ શાળા માં રહીને ભણતા બાળકો ને તહેવાર માં પહેરવા માટે સારા કપડાં, રમત ગમત ના સાધનોની કીટ તથા પૌષ્ટિક નાસ્તા નું વિતરણ કરવા માં આવ્યું. રિહેન એચ મહેતા વિદ્યાલય ના ધોરણ 9 થી 12 ના તમામ બાળકો તેમજ આદિવાસી આશ્રમશાળા થલવાડાના ધોરણ 1 થી 10 ના બાળકો તથા આદિવાસી આશ્રમશાળા સાંઢોસીના ધોરણ 1 થી 12 બાળકોના વિતરણ માં નિજાનંદ ગ્રૂપ પ્રકૃતિ મંડળ મહેસાણા પરિવાર ના કૌશિકભાઈ રાવલ (રાજા મહાકાલ) વિરલ સોની ,સુધીરભાઈ ઠક્કર, રાકેશભાઈ પટેલ તેમજ હિંમતનગર થી ઉચિતભાઈ રાવલ, અલકાબેન રાવલ, શ્રઘ્ધાબેન રાવલ તથા વિજાપુર થી પરેશ ભાઈ રાવલ અને કૃણાલબેન ઠાકર તેમજ રિહેન એચ. મહેતા શાળાના મંત્રીશ્રી ગોવિંદભાઈ પ્રજાપતિ એક્સ્ આર્મીમેન ધર્મેન્દ્રભાઈ બારોટ, તથા પ્રકૃતિમિત્ર એવા સુરેશભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા.. દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી જુદી જુદી શાળામાં ભણતા આદિજાતિના બાળકોને આવી ઉત્તમ પ્રકારની અને જીવન જરૂરી મદદ પહોંચાડવા બદલ રિહેન એચ. મહેતા વિદ્યાલયના પ્રિન્સિપાલ શ્રી ડૉ.રાકેશ કે.પ્રજાપતિએ નિજાનંદ પ્રકૃતિ મિત્ર મંડળ,મહેસાણા નો હૃદય પૂર્વક આભાર માન્યો હતો અને આ વિસ્તારના બાળકોની અવિરત મદદ કરવા માટે વિનંતી સહ અપીલ પણ કરી હતી.





