નાસિકથી રાજસ્થાન ના શિરોહી નીકળેલ ઊંટ સાબરકાંઠા જિલ્લામાં પહોંચ્યા.. ઊંટની આગળ પાછળ સુરક્ષામાં ઈડર પોલીસ વાન જોતરાઈ.


સાબરકાંઠા…
નાસિકથી રાજસ્થાન ના શિરોહી નીકળેલ ઊંટ સાબરકાંઠા જિલ્લામાં પહોંચ્યા.. ઊંટની આગળ પાછળ સુરક્ષામાં ઈડર પોલીસ વાન જોતરાઈ.. ૧૨૪ ઊંટ સુરક્ષિત રાજસ્થાન ના શિરોહી પહોંચે તેણે લઇ પોલીસ આપી રહી છે સુરક્ષા…
નાસિકથી રાજસ્થાન ના શિરોહી જવા નીકળેલ ૧૨૪ ઊંટ અરવલ્લી જિલ્લા માંથી સાબરકાંઠા જિલ્લામાં પ્રવેશી ચૂક્યા છે.. થોડાક દિવસો અગાઉ રાજસ્થાન ના શિરોહી થી નાસિક તરફ઼ કતલખાને લઈ જવાતા ઊંટને નાશિકને પોલિસને પકડવામાં મોટી સફળતા મળી હતી.. મૂળ રાજસ્થાન શિરોહીનાં ૧૨૪ જેટલાં ઊંટ કતલખાને લઇ જવાતાં શખ્શો ને નાસિક પોલિસે દબોચી લીધા છે.. ત્યારે નાસિકથી રાજસ્થાન ના શિરોહી તરફ઼ પગપાળા લઇ જવાતા ૧૨૪ ઊંટ સાબરકાંઠા જિલ્લામાં પ્રવેશી ચૂક્યા છે… ત્યારે ઊંટ સુરક્ષિત રાજસ્થાન ના શિરોહી પહોંચે તેણે લઇ ઊંટના કાફલાની આગડ પાછળ પોલીસ વાન સુરક્ષામાં જોતરાઈ છે.. નાસિકથી રાજસ્થાન ના શિરોહી સુધી ૧૨૪ ઊંટનો કાફલો સુરક્ષિત પહોંચે અને કોઈ અનિચ્છનિય ઘટના ન ઘટે તેણે લઇ પોલીસ તંત્ર પણ ૨૪ કલાક ઊંટો ને સુરક્ષા આપી રહ્યુ છે… ત્યારે ઊંટની સાથે જતાં માલધારી ઓને મુડેટી નજીક ઈડરના રબારી પરિવારે ભોજન પુરૂ પાડ્યું હતું…
રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા



