
વિજાપુર લાડોલ ગામે આવેલ શ્રી બીએસ પટેલ કન્યા વિદ્યાલય અને શ્રી ડીએમ પટેલ હાઈસ્કૂલ ખાતે વિદાય નો કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર લાડોલ ગામે આવેલ શ્રી બીએસ પટેલ વિદ્યાલય તેમજ શ્રી ડીએમ પટેલ હાઈસ્કૂલ ખાતે શાળાના ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ નો વિદાય સભારંભ તેમજ શ્રી બીએસ પટેલ કન્યા વિદ્યાલય માં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષક દશરથ ભાઈ એમ પટેલ નિવૃત થતા તેઓનો વિદાય આપવા નો કાર્યક્રમો યોજાયો હતો જેમાં શાળાના બાળકો એ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો આપ્યા હતા કન્યા વિદ્યાલય ના વિદાય લઈ રહેલા શિક્ષક દશરથ ભાઈ પટેલે જણાવ્યું હતું કે મારી ફરજ દરમ્યાન શાળામાં ઘણી યાદો છુપાયેલી છે તેઓએ વિદાય સાથે જૂની યાદો ને યાદ તાજી કરી હતી અને વિદાય લેતા શાળાના ધોરણ 10 અનેધોરણ 12 ના વિદ્યાર્થીનીઓ ને તેઓ શાળાનું ગૌરવ વધારે તેમજ પરીક્ષાઓ માં સફળ બને તેવા આર્શીવાદ આપ્યા હતા





