
તા.૩/૧૧/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: ગુજરાતભરમાં રાજ્ય સરકાર આયોજિત ‘સ્વચ્છતા એ જ સેવા’ અભિયાન અંતર્ગત બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, પર્યટન સ્થળો, પ્રાણી સંગ્રહાલયો, રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો, ઐતિહાસિક સ્મારકો, નદીનાળાઓ જેવા જાહેર સ્થળો પર સ્વચ્છતા પ્રવૃત્તિઓ હાથ ધરાઈ રહી છે.

ત્યારે રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના અરડોઈ ગામમાં રસ્તાની બાજુઓ પર તથા બસ સ્ટેન્ડ નજીક ઉગી નીકળેલા ઝાડીઝાંખરા, ઘાસ અને કચરાનો નિકાલ કરીને સફાઈ કરવામાં આવી હતી. તેમજ ગોંડલ તાલુકાની રાણસીકી ગ્રામ પંચાયત દ્વારા દીવાલોને સ્વચ્છ કરીને ‘મારું રાણસીકી ગામ, સ્વચ્છ, સુંદર અને રળિયામણું’, ‘સ્વચ્છતા મારી ફરજ, સ્વચ્છતા મારો અધિકાર’, ‘પાણી બચાવો, જીવન બચાવો’ જેવા સ્વચ્છતા અને પર્યાવરણ અંગે જાગૃતિના સુત્રો ટાંકવામાં આવ્યા હતા. આમ, રાજકોટ જિલ્લાના શહેરી અને ગ્રામીણ વિસ્તારો સાફસફાઈ કરીને ચોખાચણાંક બનાવાઈ રહ્યાં છે.








