જૂનાગઢ મહાનગરપાલિકાના અધિકારીઓની મીઠી નજર તડે માંગનાથ રોડ પર ચાલતું વધુ એક ગેરકાયદેસર બાંધકામ

જૂનાગઢ મહાનગરપાલિકાના અધિકારીઓની મીઠી નજર તડે માંગનાથ રોડ પર ચાલતું વધુ એક ગેરકાયદેસર બાંધકામ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : મહાનગરપાલિકાના અધિકારીઓ બિલ્ડરો પાસેથી મલાઈ તારવી ગમે તેવી પરમિશન લખી આપવા તત્પર ગત ચોમાસાની સિઝનમાં જૂનાગઢના કહેવાતા મહાનગરપાલિકાના ઓછું ભણેલા પણ જાજી હોશિયારી વાળા લાયકાત વગરના અધિકારીઓ અને તેનાથી પણ વિશેષ પદાધિકારીઓની દયાથી સ્થાનિક લોકો મોટી જાનહાની તેમજ ખાના ખરાબી માંથી સહેજમાંથી ઉગરીયા હતા છતાં ઘણા લોકોએ લાખો રૂપિયામાં નુકસાનીઓ વેઠી હતી આની પાછળનું ફક્ત કારણ એ જ હતું કે જૂનાગઢ મહાનગરપાલિકાના લાયકાત વગરના અધિકારીઓ દ્વારા બિલ્ડરોને બાંધકામ માટે આપવામાં આવતા પીળા પરવાના અનેક વોકળા પર થયેલ ગેરકાયદેસર બાંધકામો જવાબદાર હતા આવી જ રીતે મોટી ખાના ખરાબી અને જાનહાનિ ને નોતરે તેવા શહેરના ગીચ ગણાતા વિસ્તાર માંગનાથ રોડ ઉપર પણ અને ગેરકાયદેસર બાંધકામો થઈ ચૂક્યા છે અને હાલ પણ થઈ રહ્યા છે આવા જ એક ગેરકાયદેસર બાંધકામ બાબતે એક નાગરિક દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરી પગલાં લેવા જણાવાયું છે સાથે સાથે આ સંદર્ભે જો પગલા લેવામાં નહીં આવે તો સ્થાનિક લોકોને સાથે રાખી આંદોલનની પણ ચીમકી વિચારવામાં આવી છે
અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર જૂનાગઢના જાગૃત નાગરિક ભરત મારવાડી એ મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે શહેરના માંગનાથ રોડ, પટેલ રસવાળી શેરી, ચિન્મય એપાર્ટમેન્ટની બાજુમાં ગેરકાયદસર ચાલી રહેલ પાંચ (૫) મીટરના રોડ ઉપર રેસીડેન્સીયલ /કોમર્શીયલ બાંધકામ મહાનગરપાલીકાના એસ.ટી.પી.ઓ. તથા વોર્ડ એન્જીનીયર ધ્વારા આ બાંધકામ કરી રહેલ બીલ્ડરોને છાવરવામાં આવી રહ્યા હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે, જે સંદર્ભે તપાસ કરાવી ગેરકાયદેસર બાંધકામ બંધ કરાવવા તેમના દ્વારા માંગ કરવામાં આવી છે.
શહેરના એકદમ ગીચ ગણાતા માંગનાથ રોડ વિસ્તારમાં આ મોટું કોમર્શીયલ/રેસીડેન્સીયલ બીલ્ડીંગ હાલ તદન નિયમ વિરૂધ્ધ બની રહયું છે. તેના નકશા મંજુરી મળ્યાના આધાર તપાસ કરવા અતિ જરૂરી છે. આમાં મોટા રાજકીય નેતા, જેમાં મ.ન.પા.ના પદાધિકારીઓ, તેમજ મહાનગરપાલીકાના અધિકારીઓની મીલીભગતથી આ બાંધકામ તદન ગેરકાદેસર બની રહ્યુ છે, અને આ બાંધકામને તદ્દન ગેરકાયદેસર હોવા છતાં કઈ રીતે મંજુરી મળી,? જેવા સવાલો હાલ સ્થાનિક લોકોમાં ઉઠી રહ્યા છે, નિયમ મુજબ રોડની પહોળાઈ રાખવામાં આવી નથી અને આ મોટી કોમર્શીયલ/રેસીડેન્સીલ બીલ્ડીંગ બની રહેલ છે, ત્યારે નકશામાં મનઘડત માપ દર્શાવી દેવામાં આવેલ છે, તે ખુબજ ગંભીર બાબત છે.
મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓની રેસીડેન્સીયલ બાંધકામને ગેરકાયદેસર રીતે મંજુર કરવામાં
આવી રહેલ છે.
જેની તપાસ કરવા અને તાત્કાલીક ધોરણે આ કોમર્શીયલ/રેસીડેન્સીયલ બાંધકામને તોડી પાડવા અને આવા ભ્રષ્ટાચારી અધિકારીઓ અને રાજકીય નેતાઓને તાત્કાલીક ધોરણે ખુલ્લા પાડી સસ્પેન્ડ કરવા તેમજ મળેલી સત્તાના દુરઉપયોગ માટે સજા કરવામાં આવે તેવી અરજદાર દ્વારા માંગ કરવામાં આવી છે.
ઉપરાંત આ સંદર્ભે અરજદારે વધુમાં જો તાત્કાલીક જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો ના છુટકે, સ્થાનિક જાગૃત નાગરીકોને સાથે રાખી જન આંદોલન કરવાની તેમજ આ સંદર્ભે તમામ પરિણામોની જવાબદારી તંત્રની રહેશે તેવી ચીમકી પણ વિચારવામાં આવી છે.





