GARUDESHWARGUJARATNANDODNARMADA

એકતનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બસમાં બેસવાની બાબતે પ્રવાસી પરિવારો વચ્ચે છુટા હાથની મારામારી

એકતનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બસમાં બેસવાની બાબતે પ્રવાસી પરિવારો વચ્ચે છુટા હાથની મારામારી

 

એકતા નગર પોલીસે ઘટના સ્થળે પોહચી મારામારી કરનાર ઈસમો સામે અટકાયતી પગલાં લીધા

 

જુનેદ ખત્રી : રાજપીપલા

 

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે પહેલી પસંદ બન્યું છે અહીંયા વેકેશન ગાળામાં લાખો પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત લઈ ચૂક્યા છે હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલા પ્રવાસીઓ વચ્ચે બસમાં બેસવા બાબતે માથાકૂટ થતા છુટ્ટા હાથની મારામારી થઈ હતી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે ત્યારે એકતાનગર પોલીસે ઘટના સ્થળે પહોંચીને મારામારી કરનાર ઇસમો વિરુદ્ધ અટકાયાથી પગલા લઈ મામલો ઠાડે પાડ્યો હતો

જોકે સમગ્ર મામલે કેવડિયા નાયબ પોલીસ અધિક્ષક વાણી દુધાત સાથે ટેલીફોનીક વાત કરતા તેઓએ સમગ્ર ઘટનામાં બે પ્રવાસી પરિવારો વચ્ચે બસમાં બેસવા બાબતે મારામારી થઈ હોવાનું જણાવ્યું હતું ઉપરાંત બંને પક્ષે સામસામે અરજી કરી હતી ફરિયાદ કરવાની ના પાડતા અરજી આધારે અટકાયતી પગલાં લઈ મામલતદાર સમક્ષ જામીન લેવડાવ્યા હોવાની વાત કરી હતી

 

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓની સંખ્યા વધી જવાથી ક્યારેક બસમાં બેસવા માટે લાંબી કતારો માં ઉભું રહેવું પડે છે ત્યારે તેવા સમયે પ્રવાસીઓને ક્રમબદ્ધ બસમાં બેસાડવા માટે સિક્યોરિટી નું આયોજન કરાય તેવી માંગ ઉઠી છે

[wptube id="1252022"]
Back to top button