
આસીફ શેખ લુણાવાડા
માનસિક અશ્વસ્થ મહિલા ને આશ્રય અપાવતી મહીસાગર અભયમ ટીમ

મહીસાગર જિલ્લામાં કડાણા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારમાંથી એક જાગૃત નાગરિકે અભય મહિલા હેલ્પલાઇનમાં ફોન કરીને જણાવ્યું હતું કે એક બેન સવારના અહીં ફરે છે ઉંમર વર્ષ આશરે 30 હોય તેઓ માનસિક રીતે અસ્વસ્થ લાગે છે તે કોઈને કંઈ જણાવતા નથી તેમ જણાવેલ . મહીસાગર અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ ઘટના સ્થળ પર પહોંચી મહિલા સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે તેઓ બીજા રાજ્યના હોય તેમ તેમજ ભાષા અલગ બોલતા હોય જેથી નામ સરનામું કાંઈ જણાવતા ન હોય. જેથી મહિલાને સુરક્ષિત સખી વન સ્ટોપ સેન્ટર લુણાવાડા ખાતે આશ્રય અપાવેલ.
[wptube id="1252022"]









