GUJARATLUNAWADAMAHISAGAR

ભૂલી પડેલી 16 વર્ષની સગીરાને મહીસાગર 181 ટીમે મદદ પહોંચાડી

આસીફ શેખ લુણાવાડા

ભૂલી પડેલી 16 વર્ષની સગીરાને મહીસાગર 181 ટીમે મદદ પહોંચાડી

એક જાગૃત નાગરિક દ્વારા 181 પર ફોન કરી મહીસાગર 181 ટીમની મદદ માગી હતી આશરે 16 વર્ષની સગીરા રાત્રે 9:00 વાગ્યાની આસપાસ ના સમયમાં મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ગામડામાં ફરતી જોઈ એક જાગૃત નાગરિક રીતે 181 ટીમની મદદ માગી મહીસાગર 181 ટીમ સ્થળ પર પહોંચી જાગૃત નાગરિક સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે અજાણી ૧૬ વર્ષની સગીરા રસ્તા પર એકલી ચાલતી જતી હતી તો મેં વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ તે ઉભી રહી નહીં અને ચાલતી જતી હતી આથી અન્ય માણસોને બોલાવી સગીરાને ઉભી રાખી મદદ માટે વાત કરી તો સગીરા એકલી જ હતી અને અજાણી લાગતી હતી તો બધાએ સાથે મળીને રોકી તથા એડ્રેસ પૂછ્યું પરંતુ ડરી ગઈ હોવાથી વ્યવસ્થિત એડ્રેસ આપતી ન હતી આથી 181 ટીમની મદદ માગી 181 ટીમ દ્વારા સગીરાનું કાઉન્સેલિંગ કર્યું તો તે ગામનું નામ જણાવતી હતી પરંતુ બીજું કંઈ બોલતી ન હતી આથી સગીરાને ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ લુણાવાડા સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવી હતી

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button