
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
મહીસાગરના ખાનપુર તાલુકાની પરણીતાને જેઠ દ્વારા અપાતા માનસિક ત્રાસ માંથી મુક્ત કરાવતી મહીસાગર ૧૮૧ ટીમ.

મહીસાગર ૧૮૧ ટીમ ડ્યુટી પર હાજર હતી તે દરમિયાન ૪૦ વર્ષીય પરણીતાએ ૧૮૧ પર ફોન કરી જણાવેલ કે જેઠ અપ શબ્દો બોલી માનસિક ત્રાસ આપે છે તથા જમીન માટે વારંવાર ઝઘડો કરે છે આથી મદદની જરૂર છે ૧૮૧ ટીમ ઘટના સ્થળ પર પહોંચી પરણીતા નું કાઉન્સેલિંગ કર્યું તો જણાવતા કે તેઓ પતિ સાથે બહાર રહેતા હતા પરંતુ થોડા સમયથી ઘરે આવ્યા છે તો અમે લાઇટ ચાલુ કરીએ દરવાજો ખોલીને તથા ઘરમાં ટીવી ચાલુ કર્યું હોય તો પણ તેમના જેઠ ઝઘડો કરે છે તથા બહાર લાઇટ બંધ કરી દે છે તેમણે ઘરની પાછળની ભાગમાં દીવાલ બનાવી તો અમારી જગ્યામાં બનાવી દીધી છે તથા ઝાડ રોપી દીધાં છે અને રોજ ઝઘડો ના થાય તે માટે અમારે આગળ મિડલ માં દિવાલ બનાવવી છે તો તેમના જેઠ ના પાડે છે તથા ખરાબ ગાળો બોલે છે અને તેમના પતિને મારઝૂડ કરે છે આથી પરણીતાના જેઠ સાથે વાતચીત કરી સમજાવ્યા કે તેમને તમારી જગ્યામાં કાંઈ બનાવવું નથી પરંતુ બંનેની મિડલ માં દિવાલ બનાવવા દો. આથી રોજ ઝઘડો થાય નહીં આ વાત તેમને સમજમાં આવી પછી તેઓ સહમત થયા હતા અને પરણિતાને અપશબ્દો કે ગાળો બોલવી નહીં એમ સમજાવ્યું આથી જણાવતા કે હવે કોઈ મારા તરફથી હેરાનગતિ થશે નહીં. આ રીતે સમજાવટ કરવામાં આવી હતી આથી પરણીતા તથા તેમના પતિએ ૧૮૧ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.









