વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
સંતરામપુર તાલુકાની 23 વર્ષીય પીડિતાને સાસુ તથા નણંદ દ્વારા અપાતા શારીરિક તથા માનસિક ત્રાસમાંથી મુક્ત કરાવતી મહીસાગર ૧૮૧ ટીમ.
મહીસાગર ૧૮૧ ટીમ ડ્યુટી પર હાજર હતી તે દરમિયાન સંતરામપુર તાલુકામાંથી 30 વર્ષીય પીડીતાએ ૧૮૧ પર ફોન કરી જણાવેલ કે સાસુ તથા નણંદ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે આથી મદદની જરૂર છે તો મહીસાગર ૧૮૧ ટીમ ઘટના સ્થળ પર પહોંચી પીડિતાનું કાઉન્સેલિંગ કર્યું તો જાણવા મળ્યું કે સાસુ તથા નણંદ ખરાબ ગાળો બોલે છે ને સાસુ અલગ રહે છે તથા નણંદના લગ્ન કરેલ છે તે ગઈકાલે આવ્યા છે પતિ અસ્થિર મગજના છે આથી કમાવાવાળું કોઈ નથી આથી પીડીતા પોતે કોઈના ઘરે કામ કરવા જાય તો પણ સાસુ ખોટા આરોપો મૂકે છે પીડીતાને છ દીકરીઓ છે તો અત્યારે તેમના સાસુ તથા નણંદ પીડિતાને મારઝૂડ કરે છે તથા ખરાબ ગાળો બોલે છે અને દીકરીઓને પણ મારઝૂડ કરે છે અને કશું ખાવાનું આપતા નથી આથી ૧૮૧ ટીમ દ્વારા પીડિતા ના સાસુ તથા નણંદ સાથે વાતચીત કરી સમજાવ્યા કે આવી રીતે મહિલા ને કે તેમના બાળકોને કોઈ હેરાનગતિ કરવી નહીં કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે તથા બાળકોને પર પૂરતું ધ્યાન આપવું તથા જમવાનું આપવું અને પીડીતા તથા બાળકો સાથે સારું રાખવું તેમ સમજાવેલ તથા પીડિતાને કાયદાકીય માહિતી આપી પીડિતાને આગળ કાર્યવાહી કરવાની હોવાથી નજીકના પોલીસ સ્ટેશનમાં અરજી અપાવેલ છે.









