MORBI:મોરબીમાં માનવ સેવા તથા ગૌ સેવા દ્વારા સેવા ની જયોત પ્રજ્વલીત રાખતા:અલ્પાબેન કક્કડ

MORBI:મોરબીમાં માનવ સેવા તથા ગૌ સેવા દ્વારા સેવા ની જયોત પ્રજ્વલીત રાખતા:અલ્પાબેન કક્કડ

મોરબી : સૌરાષ્ટ્ર ની ધરા એટલે સંતો – મહંતોની ભૂમી છે. અહીંયા સેવા એજ પરમો ધર્મ ને માનતા સૌરાષ્ટ્ર વાસીઓ સેવાની ધૂણી ધખાવી ને બેઠા છે. ત્યારે વધુ એક બેન આ સેવા ની જ્યોત ને પ્રજ્વલીત રાખવા માતૃ શ્રી વીરબાઈ માં માનવ સેવા તથા ગૌ સેવા ના નેજા હેઠળ ભૂખ્યા ઓની જઠરાગ્નિ થારી રહ્યા છે.
અલ્પા બેન કક્કડ દ્વારા જણાવવા માં આવ્યું છે કે મોરબી માં માતૃ શ્રી વિરબાઈ માં માનવ સેવા તથા ગૌ સેવા દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલમાં દરરોજ સાંજે ફ્રી માં કઢી ખીચડી નો પ્રસાદ જમાડવા માં આવે છે
માતૃ શ્રી વિરબાઈ માં માનવ સેવા તથા સેવા કોઈ ટ્રસ્ટ કે સંસ્થા નથી દાતા શ્રી દ્વારા ખીચડી કઢી બનાવવા માટે દાળ ચોખા કે અન્ય જરૂરી વસ્તુ ઓ રોજે રોજ મળી રહે છે અમારી પાસે કોઈ રસોયાં કે કોઈ સ્પેશિયલ જગ્યા નથી હું પોતે જાતે જ દરરરોજ મારા ઘરે બનાવી ને જમાડવા જાવ છું ને સાથે મોરબી માં કોઈ પણ પ્રસંગ માં જમવા નું વધ્યું હોય ત્યાંથી લય આવી ઝૂંપડપટ્ટીમાં જમાડવા આવે છે કોઈ કપડાં કે બુટ ચપલ ન જોઈતી વસ્તુ પણ સ્વીકારી જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચાડવા માં આવે છે ઝૂંપડપટ્ટીમાં ભૂખ્યા ને ભોજન ને સાથે દરરોજ સાંજે મોરબી ની સિવિલ હોસ્પિટલમાં કઢી ખીચડી જમાડવા આવે છે…









