નર્મદા પરિક્રમા ફરીથી શરૂ કરવાની રજુઆત લઈ સ્થાનિકો અને ધર્મ ગુરુઓ જિલ્લા કલેકટર કચેરીએ પોહચ્યાં

નર્મદા પરિક્રમા ફરીથી શરૂ કરવાની રજુઆત લઈ સ્થાનિકો અને ધર્મ ગુરુઓ જિલ્લા કલેકટર કચેરીએ પોહચ્યાં
જુનેદ ખત્રી : રાજપીપલા
પંચકોશી ઉત્તરવહીની નર્મદા પરિક્રમાનું અનોખું મહત્વ છે ત્યારે ચૈત્ર માસ દરમિયાન નર્મદા પરિક્રમા કરવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે શ્રદ્ધાળુઓ માટે તંત્ર અને સામાજિક સંસ્થાઓ દ્વારા વિવિધ સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે ગતરોજ સાંજે નર્મદા બંધમાંથી ૩૦ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા પરિક્રમા સ્થગિત કરી દેવામાં આવતા સ્થાનિક અને બહારથી પરિક્રમા કરવા આવતા શ્રદ્ધાળુઓમાં રોષ જોવા મળી રહ્યો છે
જોકે નર્મદા નદી ઉપર બનાવેલ હંગામી પુલ પણ પાણીમાં ધોવાઈ ગયો હતો ત્યારે શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાને લઈ તંત્ર દ્વારા પરિક્રમાને સ્થગિત કરી દેવામાં આવી છે અગામી સમયમાં પાણીનું પ્રમાણ ઘટે ત્યારે ફરીથી પરિક્રમા શરૂ થશે તેવી આશા સેવાઈ રહી છે
નર્મદા પરિક્રમા કરવા માટે હવે એક અઠવાડિયું બાકી છે ત્યારે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા આવતા હોય છે પરંતુ પરિક્રમા સ્થગિત કરી દેવાતા યાત્રાળુઓ અટવાયા હતા ત્યારે નાવડી અને બોટની વૈકલ્પિક સુવિધા ઉભી કરીને પરિક્રમા ને ફરીથી શરૂ કરાય તેવી સાધુ-સંતો અને સ્થાનિકો માંગ કરી રહ્યા છે જે સંદર્ભે આજે નર્મદા જિલ્લા કલેકટર કચેરીએ તેઓ રજૂઆત કરવા પહોંચ્યા હતા અને નર્મદા પરિક્રમા ફરીથી શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી