
મહીસાગર…..
રિપોર્ટર
અમીન કોઠારી
મહીસાગર જિલ્લામાં પુરવઠા વિભાગની કાર્યવાહી
ગુજરાત સર
કારના પુરવઠા વિભાગ દ્વારા ખૂબ જ ઘનિષ્ઠ અને સઘન ચેકિંગ દરમિયાન જિલ્લાની તમામ સસ્તા અનાજની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે….

ગુજરાત સરકારનું પુરવઠા તંત્ર હરકતમાં આવીને ગરીબોના ભાગનું સસ્તા અનાજ ના રેશનિંગ નો જથ્થો લોકોને પૂરેપૂરું ન આપીને તેમાં ચોરી કરીને કાળા બજાર સુધી પહોંચતું કરનારા દુકાનદારો અને બીજા તત્વ સામે તેમની સ્થળ ઉપર જઈને જાહેરમાં દરોડો પાડીને
ગરીબોનું અનાજ ચોરી કરનારા પર પુરવઠા વિભાગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહીસાગર જિલ્લામાં 4 સસ્તા અનાજની દુકાનદારોના પરવાના મોકૂફ કરાયા…
1 ) ખાનપુરના મૂડાવડેખ ખાતે આવેલ પંડ્યા કનુભાઈ ને ત્યાંથી 54317 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો તેમને 60 દિવસ પરવાનો કરાયો મોકૂફ
2 ) બાલાસિનોરના કઢૈયા ખાતે આવેલ એસ.એમ.વસાવા ને ત્યાંથી 438 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો તેમને 30 દિવસ પરવાનો મોકૂફ કરાયો
3 ) લુણાવાડાની નગર પંચાયત કર્મચારી ધિરાણ અને નાગરિક મંડળી માં 6696 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો તેમને 60 દિવસ નો પરવાનો મોકૂફ કરવામાં આવ્યો
4 ) કડાણા ના ખાતવા ખાતે આવેલ મહોમ્મદ ઇશાક ને ત્યાંથી અનાજની ઘટ મળી આવેલી તેમને 60 દિવસ માટે પરવાનો મોકૂફ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પુરવઠા સચિવ દ્વારા જેમ પંચમહાલમાં કાર્યવાહી કરવામાં આવી તેમ મહીસાગર જીલ્લા ના તમામ વિસ્તારમાં કાર્યવાહી કરવા માટેના આદેશ કરાયા બાદ આંતરિક રેડ કરવામાં આવી હતી
જોકે આવા ગરીબીનો કોળીયો આંચકી અનાજ ચોરી કરનાર ને બદલવાના સ્થાને 60 દિવસ પરવાના મોકૂફ કરી ઢીલી નીતિ રાખનાર તંત્ર સામે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે….
ગરીબોનું અનાજ ચોરનાર ને કાયમી દૂર કરવા માટે લોકો માં ચર્ચા ચાલી રહી છે.









