ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ :મોટી મોરી ગામે દીપડાએ કર્યું પશુનું મારણ, વનવિભાગ દ્વારા પાંજરુ મુકવા લોકોની માંગ 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ :મોટી મોરી ગામે દીપડાએ કર્યું પશુનું મારણ, વનવિભાગ દ્વારા પાંજરુ મુકવા લોકોની માંગ

અરવલ્લી જિલ્લામાં એક પછી એક છે દીપડાનો આતંક યથાવત જોવા મળ્યો છે અને લોકો ભયભીત બન્યા છે તો દીપડાઓ ને પકડવા માટે વન વિભાગની નિષ્ક્રિયતા જોવા મળી હવે મોડાસા, માલપુર, બાયડ અને ભિલોડા પછી મેઘરજ તાલુકામા દીપડાએ દેખા દીધી હોય તેના પુરાવા સામે આવ્યા છે

મેઘરજ તાલુકાના છેવાડે આવેલ મોટી મોરી ગામ જ્યાં જંગલ વિસ્તાર વધુ ધરાવે છે જેમાં ગત રાત્રીના સમયે મોટીમોળી ગામે જે ગામેતી પ્રકાશભાઈ નાનજીભાઈ ઘરે પાછળ દીપડા એ પશુનું મારણ કરી જંગલ વિસ્તારમાં ભાગી ગયો હતો અને સવારે જોતા પશુનું મારણ કરેલું નજરે પડતા ખેડૂત અને આજુબાજુ મા લોકો ભય ભીત થવા લાગ્યા હતા ત્યારે હાલ તો વન વિભાગ દ્વારા ગામમાં પાંજરુ મુકવામાં આવે તેવી માંગ સેવાઈ રહી બીજી તરફ જે જંગલ વિસ્તાર તે વિસ્તારની અંદર અરવલ્લી જિલ્લાની અંદર દીપડાનો આતંક યથાવત છે જેને ધ્યાનમાં લઈને વન વિભાગ દ્વારા વિવિધ જગ્યાએ પાંજરા મૂકવામાં આવે અને દીપડાઓને પાંજરામા પુરવામાં આવે તેવી માંગ સેવાઈ રહી છે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button