સંજેલી ની નવોદય પ્રવેશ પરીક્ષાની શુભેચ્છા વ્યક્ત કરતા ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક દિલીપકુમાર એચ. મકવાણા

તા.૨૮.૦૪.૨૦૨૩
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ

સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત ન્યુ પાર્થ નવોદય – એકલવ્ય તાલીમ વર્ગ કાર્યરત છે જેમાં ધોરણ 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા, એકલવ્ય મોડેલ પરીક્ષા, કોમન પ્રવેશ પરીક્ષા, શિષ્યવૃત્તિ પરીક્ષા, સૈનિક સ્કૂલ પરીક્ષ તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે સાથે સાથે અનાથ, અપંગ અને અતિ ગરીબ વિદ્યાર્થીઓ વિનામૂલ્યે માર્ગદર્શન, તાલીમ અને જરૂરી મટીરીયલ આપવામાં આવે છે.
જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ન્યુ પાર્થ નવોદય – એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી ના સંચાલક શ્રી દિલીપકુમાર એચ. મકવાણા દ્વારા તારીખ -29-04-2023 શનિવારના રોજ નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા યોજાવવાની છે ત્યારે નવોદય ની પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓને ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક શ્રી દિલીપકુમાર મકવાણાએ અભિનંદન પાઠવ્યા હતા અને પ્રવેશ પરીક્ષા વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા અને વિદ્યાર્થીઓ વધુમાં વધુ માર્કસ – મેરીટ સાથે ઉતીર્ણ થાય એવી આશા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપ સંજેલીના સભ્યો અશ્વિનભાઈ સી. સંગાડા અને રાજુભાઈ એસ. તથા અન્ય વાલી મિત્રો મકવાણા ઉપસ્થિત રહ્યા હતા








