
એલસીબી નર્મદા ને મળી સફળતા , રાજપીપળા પાસેના શહેરાવ ગામમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે દંપત્તિ ઝડપાયું
જુનેદ ખત્રી : રાજપીપલા

મકરસંક્રાંતિ પર્વ આવતો હોવાથી જીલ્લામાં ગેરકાયદેસર દારૂના વેચાણ તથા હેરાફેરી ઉપર વોચ તથા નાકાબંધી રાખી એલસીબી પોલીસ માણસો પ્રોહી અંગેની વોચ તેમજ પેટ્રોલીંગમા હતા દરમ્યાન બાતમી મળેલ કે શહેરાવ ગામે રહેતા રાજેન્દ્રસિંહ ઉર્ફે લાલો નરેન્દ્રસિંહ રાઠોડનાએ પોતાના ઘરમાં ઈગ્લીશ દારૂનો જથ્થો સંતાડેલ છે. જે ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી. ટીમ મારફતે શહેરાવ ગામે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં એક બહેન હાજર મળી આવેલ જે બહેનને પંચો રૂબરૂ તથા મહિલા પોલીસ સમક્ષ નામઠામ પુછતા તેણે પોતાનું નામ રમીલાબેન રાજેન્દ્રસિંહ ઉર્ફે લાલો નરેન્દ્રસિંહ રાઠોડ રહે શહેરાવ નાદોદ જી.નર્મદા હોવાનું જણાવેલ ત્યારબાદ પંચો રૂબરૂ મહિલા પોલીસ સાથે રાખી ઘરની ઝડતી તપાસ કરતાં કવા નંગ-૨૯કિ.રૂ. ૨૯૦૦/-નો મુદ્દામાલ મળી આવ્યો હતો આ પ્રોહીબીશનના મુદ્દામાલ અંગે આરોપી બહેનને વધુ પુછપરછ કરતાં પોતાના ખેતરના બાજુમાં આવેલ કોતરમાં બીજો ઇંગ્લીશ દારૂનો મુદ્દામાલ સંતાડેલ હોવાનું જણાવેલ જેથી આરોપી બહેનને સાથે રાખી મુદ્દામાલની તપાસ માટે શહેરાવ ગામના કોતરમાં ઝડતી તપાસ કરતાં ત્યાં એક ઇસમ મળી આવતા તેનું નામ પુછતા તેણે પોતાનું નામ રાજેન્દ્રસિંહ ઉર્ફે લાલો નરેન્દ્રસિંહ રાઠોડ જણાવતા ત્યારબાદ ઇગ્લીશ દારૂ અંગે વિશેષ પુછપરછ કરતા કોતરમાં ઝાડી ઝાંખરામાં સંતાડેલ ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૧૪૪ તથા બીયર નંગ-૬૦ મળી કુલ કિ.રૂ.૯૦,૯૦૦/-નો પ્રોહીબીશનનો મુદ્દામાલ મળી આવતાં બન્ને આરોપીઓને પ્રોહીબીશનના કામે હસ્તગત કરી રાજપીપલા પો.સ્ટે.માં ગુનો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે









