GUJARATSINOR

હોડી ધારક નાવિકોના મનસ્વી વલણ વિરુદ્ધ પરિક્રમા વાસીઓમા છુપો રોષ

નર્મદા પરિક્રમા વાસીઓ સાથે,હોડી ચાલક નાવિકો ના મનસ્વી વલણ અંગે આજરોજ મહાસતી અનસુયામાતાજી એ આવી પહોંચેલા એક પરિક્રમા વાસીએ,છુપો રોષ વ્યક્ત કરી સરકાર ને પરિક્રમા વાસીઓ ના હિતમાં નિર્ણય કરવા વિનંતી કરી છે…
વિઓ…નર્મદા પરિક્રમા નું હિન્દુ ધર્મ માં સવિશેષ મહત્વ હોય, વર્ષ દરમિયાન લાખ્ખો માંઇ ભક્તો નર્મદા પરિક્રમા માટે ભ્રમણ કરતા જોવા મળે છે.. પરિક્રમા ના માર્ગ માં આવતા મંદિરો અને આશ્રમો ના સ્થળોએ પરિક્રમા વાસીઓ માટે અન્ન,જળ સહિત વિસામા માટે ની વિશેષ વ્યવસ્થાઓ પણ કાયમી ધોરણે જોવા મળે છે.. પરંતુ આજરોજ શિનોર નર્મદા તટના સુપ્રસિદ્ધ મહાસતી અનસુયામાતાજી ના સ્થાન પર આવી પહોંચેલા પરિક્રમા વાસીઓ સાથે હોડી ચાલક નાવિકો ધ્વારા મનસ્વી અને ઓરમાયું વર્તન દાખવી ઉઘાડી લુંટ ચલાવાતી હોવાનો આક્ષેપ કરતા એક પરિક્રમા વાસીએ છુપો રોષ વ્યક્ત કરી સરકાર ને પરિક્રમા વાસીઓ ના હિતમાં ઘટતો નિર્ણય કરવા વિનંતી કરી હતી..
ઉલ્લેખનીય છે કે કુદરતી અને માનવસર્જિત કુત્રિમ આફતોના અનેક પડકારો નો સામનો કરી પરિક્રમા કરતા, પરિક્રમા વાસીઓ સાથે હોડી ચાલક નાવિકો ધ્વારા કરાતી માનવ સર્જિત મુશ્કેલી નિવારવા સરકારી તંત્ર યોગ્ય તે કાર્યવાહી કરે તેવી લાગણી પરિક્રમા વાસીઓએ વ્યક્ત કરી છે..

ફૈઝ ખત્રી…શિનોર

[wptube id="1252022"]
Back to top button