
લાખણી તાલુકાના ધાણા ગામે સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો. રાત્રે ભવ્ય સંતવાણી કાર્યક્રમનુ આયોજન ઠાકોર પરિવાર દ્વારા કરવામા આવ્યુ હતુ. જેમા જીવાજી ઠાકોર , રાયચંદજી વાધેલા, પરબતજી ઠાકોર, અમરતજી ઠાકોર,કલ્પેશજી વાધેલા, જીગરભાઈ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું. પધારેલા મહેમાનોનું સદારામ બાપા ના ફોટો અને પુષ્પગુચ્છ આપે સન્માન કરવામાં આવ્યું હતું. વધુમાં કલ્પેશ વાઘેલા વાતચીત કરતા જણાવવામાં આવ્યું હતું કે અમારો પરિવાર વ્યસન મુક્ત પરિવાર છે અમારા પરિવાર દ્વારા દર સાલ હિન્દુ સંસ્કૃતિની અનુલક્ષીને સંતવાણી કાર્યક્રમનું કરીએ છીએ. અમારો એક જ ઉદ્દેશ છે એ તમામ પરિવાર વ્યસન મુક્ત પરિવાર બને વ્યસન તિલાંજલિ આપે તેવી વિનંતી કરી. આ કાર્યક્રમમા ખુબ બહોળી સંખ્યામા ગામ લોકો અને ભાવિક ભક્તોએ સંતવાણીનો લ્હાવો લીધો હતો. ત્યારે નામી કલાકારો દ્રારા સુદર ભજનોના સુર રેલાવીને લોકોને મંત્રમૃગ્ધ કર્યા હતા. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ, વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત તેમજ ગામ લોકો સંતવાણી કાર્યક્રમા ઉપસ્થિત રહીને કાર્યક્રમને શોભાવ્યો હતો.
ભરત ઠાકોર ભીલડી








