KUTCHMANDAVI

બિદડા ગામના લોકો માટે પીવાના પાણીનું ટેન્કર દ્વારા વિતરણ કરાવતા તાલુકા પ્રમુખશ્રી નિલેશભાઈ મહેશ્વરી અને તાલુકા ભાજપ પ્રમુખ શ્રી સુરેશભાઈ સંઘાર.

૨૧-જૂન.

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિદડા કચ્છ

માંડવી કચ્છ :- માંડવી તાલુકાના બિદડા ગામમાં છેલ્લા સાત દિવસથી પીવાનું પાણી અમુક વિસ્તારોમાં આવતું નથી તો તે વિસ્તારમાં પીવાના પાણીની વ્યવસ્થા બીદડા ગામમાં માંડવી તાલુકા ભાજપના પ્રમુખશ્રી સુરેશભાઈ સંઘાર અને તાલુકા પંચાયત ના પ્રમુખશ્રી નિલેશભાઈ મહેશ્વરી તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકતાઓના સહયોગથી પીવાના પાણી નો ટેન્કર દ્વારા વિતરણ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા ચાર દિવસથી સંઘના કાર્યકરો દ્વારા બિદડા ગામમાં જે વિસ્તારમાં જ્યાં પીવાનું પાણી આવતું નથી તેવી જગ્યાએ ટેન્કર દ્વારા પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી.અને સંઘના કાર્યકરો ખડેપગે ઉભા રહી ને રાત દિવસ મહેનત કરી રહ્યા છે.

તાલુકા પંચાયત પ્રમુખ શ્રી નિલેશભાઈ મહેશ્વરી તેમજ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી સુરેશભાઈ સંઘાર, તાલુકા પંચાયત સદસ્ય જેક્શનભાઈ સંઘાર ની આગેવાની હેઠળ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી.

[wptube id="1252022"]
Back to top button