
૨૦-જુલાઈ
વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ
ભુજ કચ્છ :- માનકુવા પોલીસ સ્ટેશન નાં કર્મચારીઓ ને મળેલ ખાનગી બાતમી અન્વયે એસ.ઓ.જી.પોલીસ ભુજ તથા માનકુવા પોલીસે જરૂરી વર્કઆઉટ કરી ભુજ તાલુકાના નારાણપર (રાવરી) ગામેથી અલીમામદ ઉર્ફે અનુ પીરમામદ ખલીફા(લોઢીયા),(ઉ.વ.૩૬) રહે. નારાણપર(રાવરી) તા.ભુજવાળાને ઝડપી પાડી તેના કબ્જા-ભોગવટાના રહેણાંક મકાનમાંથી માદક પદાર્થ ગાંજો જેનું વજન ૪૪.૬૬૨ કિ.ગ્રા,મોબાઇલ નંગ ૩, કિ.રૂ.૧૬,૦૦૦/- રોકડા રૂ. ૧૭,૨૭૦/- અને ખાલી કોથળા નંગ ૦૩, કિ.રૂ.૦૦/- સેલોટેપ નંગ ૦૬ કિ.રૂ.૦૦/-એમ કુલ કિં.રૂ. ૪,૭૯,૮૯૦/-નો મુદામાલ ઝડપી પાડી ઉપરોક્ત ઇસમ વિરૂધ્ધ માનકુવા પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

[wptube id="1252022"]







