AHAVADANG

ડાંગ જિલ્લાની જ્યોતિ ભોયે વલસાડ ખાતે યોજાયેલ પાવર લિફ્ટિંગ પ્રતિયોગીતામા ગોલ્ડ મેડલ મેળવ્યો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

ફેબ્રુઆરીના રોજ વલસાડ ખાતે યોજાયેલ સ્પોર્ટ્સ એસોસિયેશન ઓફ વલસાડ દ્વારા જુનિયર, સિનિયર, અને વુમન્સ પાવર લિફ્ટિંગ અને બેન્ચ ફ્રેશ ચેમ્પિયનશિપ તેમજ ડેડ લિફ્ટની પ્રતિયોગીતામા, ડાંગ જિલ્લાની જ્યોતિ બી ભોયે એ ત્રણેય રમતમા પ્રથમ ક્રમે આવી ગોલ્ડ મેડલ, તેમજ વિજેતા કપ પોતાના નામે કર્યો હતો.સ્પોર્ટ્સ એસોસિયેશન ઓફ વલસાડ દ્વારા જુનિયર, સિનિયર, અને વુમન્સ પાવર લિફ્ટિંગ અને બેન્ચ ફ્રેશ ચેમ્પિયનશિપની અલગ અલગ કેટેગરી ના મહિલા તેમજ પુરુષ રમતવીરોએ ભાગ લીધો હતો. જેમા ડાંગ જિલ્લાના આહવા ખાતે રહેતી જ્યોતિ બી.ભોયેએ પાવર લિફ્ટિંગમા સ્કોટ ,બેન્ચ પ્રેસ તેમજ ડેડ લિફ્ટ ની પ્રતિયોગીતામા વુમન્સ અન્ડર ૬૮ થી ૭૫ કેટેગરીમા પ્રથમ ક્રમે આવી ત્રણે રમતમા ગોલ્ડ મેડલ તેમજ કપ મેળવ્યો હતો.

ધરમપુર મુકામે ટ્રેનર તરીકે કામ કરતા તુષાર પટેલે આ રમતવીરને ટ્રેનિંગ આપી હતી.

[wptube id="1252022"]
Back to top button