KUTCHMANDAVI

ધુણઈ ગામ માંથી આધાર-પુરાવા વગર ના રાસાયણીક ખાતરનો જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી કોડાય પોલીસ

૧૫-ઓગષ્ટ

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ

માંડવી કચ્છ :- કોડાય પોલીસ સ્ટેશનનાં પોલીસ જવાનો ધુણઇ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ. મુળરાજભાઈ કરમશીભાઇ ગઢવી તથા વિપુલભાઇ દવભાઇ ચૌધરી નાઓને સંયુકત રીતે સચોટ બાતમી હકિકત મળેલ કે ધુણઇ ગામની સીમમાં આવેલ ગોડાઉનમાં આધાર-પુરાવા વગરનો રાસાયાણીક ખાતરનો જથ્થો પડેલ છે અને હાલ ખાતરનો જથ્થો ટ્રકોમાં ભરી સગેવગે થવાની પેરવીમાં છે જેથી મળેલ બાતમી હકિકતની અંગે વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ રેઇડ દરમિયાન મળી આવેલ ઇસમો શૈલેષ ભીમાભાઇ ડાભી (ઉ.વ.૨૮) રહે.નારાણપર તા.ભુજ (૨) દિનેશ લાલજીભાઇ પટેલ (ઉ.વ.૩૯) રહે.મિરઝાપર તા.ભુજ.વાળાઓ પાસેથી ગોડાઉન માં મળી આવેલ ખાતરનો જથ્થો અલગ-અલગ પ્રકારના રાસાયણીક ખાતરની બોરીઓ નંગ-૨૯૩૪ કિ.રૂ.૩૮,૬૪,૦૩૫/- ખાતરની ખાવી બોરીઓ નંગ-૫૦૦ કિ.રૂ.૧૦૦૦/- થેલીઓ પૈક કરવાના મશીન નંગ-૦૨ કિ.રૂ.૬૦૦૦/- ટ્રક વાહનો-૦૭ કિ.રૂ.૭૦,૦૦,૦૦૦/- કુલ કિ.રૂ.-૧,૦૮,૭૧,૦૩૪/ મુદ્દામાલ કબજે કરીને ઈસમો વિરૂદ્ધ ૪૧(૧)ડી મુજબ અટક કરી આગળની કાર્યવાહી કરેલ છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button