માદક પદાર્થ હેરોઇનના ૪૨૦ ગ્રામના કોમર્શિયલ જથ્થા સાથે પાંચ પંજાબી ઇસમોને ભુજ-માધાપર હાઇવે, ઇન્ડીયન ઓઇલ પેટ્રોલપંપ સામેથી ઝડપી પાડતી એસ.ઓ.જી..પશ્ચિમ કચ્છ-ભુજ

૧૨-જુલાઈ
વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ.
ભુજ કચ્છ :- એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર. વી.વી.ભોલાનાઓ એસ.ઓ.જી. સ્ટાફના કર્મચારીઓ સાથે કાર્યરત હતા,દરમ્યાન તા.૧૨/૦૭/૨૦૨૩ના રોજ એસ.ઓ.જી.ના પો.હે.કો. મદનસિંહ લાલુભા જાડેજા તથા પો.હે.કો.નરેન્દ્રસિંહ જેઠુભા ઝાલાનાઓને સંયુક્ત રીતે મળેલ ખાનગી બાતમી અન્વયે જરૂરી વર્કઆઉટ કરી ભુજ-માધાપર હાઇવે, ઇન્ડીયન ઓઇલ પેટ્રોલપંપ સામેથી (૧) રનજીતસિંઘ જગીરસિંઘ જાટ-શિખ,(ઉ.વ.૩૦),રહે. મરગીન્દપુરા,તા.પટ્ટી,જી. તરનતારન,પંજાબ (૨) હરપ્રિતસિંઘ જસવિંદરસિંઘ જાટ-શિખ,(ઉ.વ.૨૭),રહે. ગામ.ગરયાલા,તા.પટ્ટી,જી. તરનતારન, પંજાબ (૩) સરતાજસિંઘ રસપાલસિંઘ જાટ-શિખ,(ઉ.વ.૪૨),રહે. મરગીન્દપુરા,તા.પટ્ટી,જી. તરનતારન, પંજાબ (૪) દલેરસિંઘ જોગીન્દરસિંઘ જાટ-શિખ,(ઉ.વ.૪૭) રહે. મરગીન્દપુરા,તા.પટ્ટી,જી. તરનતારન, પંજાબ (૫)ગુરબેજસિંગ સલવિન્દરસિંગ જાટ-શિખ, (ઉ.વ.૩૪),રહે.મરગીન્દપુરા, તા. પટ્ટી, જી. તરનતારન, પંજાબ વાળાઓને ઝડપી પાડી તેઓના કબ્જાની મારૂતી સુઝુકી બ્રેઝા કારના સ્ટીયરીંગ ઉપરના ડેશબોર્ડ માં છુપાવેલ માદક પદાર્થ હેરોઇન જેનું વજન ૪૨૦ ગ્રામ કિ.રૂ. ૨,૧૦૦,૦૦,૦૦/- (બે કરોડ દસ લાખ),મોબાઇલ નંગ ૬, કિ.રૂ.૨૭,૦૦૦/- રોકડા રૂ. ૨૨૦૦/- બ્રેઝા કાર રજી.નં. DL 8CAX 3263, કિ.રૂ. ૫,૦૦,૦૦૦/- કુલ કિં.રૂ. ૨,૧૫,૨૯,૨૦૦/- નો મુદામાલ ઝડપી પાડી ઉપરોક્ત ઇસમો વિરૂધ્ધ માધાપર પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.ઉપરોક્ત વર્કઆઉટમાં આરોપીઓ નાશી- ભાગી જાય તેમ હોય અને બનાવવાળી જગ્યા જાહેર જગ્યા હોય લોકોની જાનમાલનું જોખમ હોય જેથી એસ.ઓ.જી. ટીમ દ્વારા પાંચ રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવેલ છે. જેમાં કોઇને ઇજા કે નુકશાન થવા પામેલ નથી. આરોપી હરપ્રિતસિંઘ જાટનાએ નાસતો-ફરતો આરોપી કુલદીપસિંઘ જી.તરનતારન, પંજાબ પાસેથી ઉપરોક્ત નાર્કોટિકસ હેરોઇનનો જથ્થો ખરીદેલ હતો.કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓનાયબ પોલીસ અધિક્ષક, આર.ડી.જાડેજા સાહેબ, એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટર. વી.વી.ભોલા,એલ.સી.બી.પોલીસ ઇન્સ્પેક્ટર. એસ.એન.ચુડાસમા, તથા પો.સ.ઇ.એન.ડી.જાડેજા સાહેબ તથા એ.એસ.આઇ. ઘનશ્યામસિંહ જાડેજા, દિનેશભાઇ ગઢવી તથા પો.હે.કો. મદનસિંહ જાડેજા, રઘુવીરસિંહ જાડેજા, રજાકભાઇ સોતા, નરેન્દ્રસિંહ ઝાલા, ચેતનસિંહ જાડેજા, ગોપાલભાઇ ગઢવી તથા ધર્મેન્દ્રસિંહ ગોહિલ તથા મહિપતસિહ સોલંકી તથા એલ.સી.બી.ભુજના પો.હે.કો. બલભદ્રસિંહ રાણા, સુરેન્દ્રસિંહ ઝાલા, નવીનકુમાર જોષી, શક્તિદાન ગઢવીનાઓએ કરેલ છે.








