
ચીખલી સાપુતારા મુખ્ય માર્ગ પર શંકાસ્પદ ઓવરલોડ ટ્રકો કોઈ પણ રોકટોક વગર પરિવહ કરતી નજરે પડે છે!
આખે આખું વહિવટી તંત્ર જાણે આ ઉધોગકારો સામે નત મસ્તક હોય એમ એકંદરે પ્રતીત થઇ રહ્યું છે.
વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ – ચીખલી
ચીખલી સાપુતારા મુખ્ય માર્ગ પર આવેલ કોવરી ઉદ્યોગ ને લઇ ને અહીં ટ્રકો અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પણ ફૂલ્યો ફાલ્યો છે. જ્યારે છેલા ઘણા સમયથી માણેકપોર થી ચીખલી કૉલેજ સર્કલ સુધી ના મુખ્ય માર્ગ પર ચાલતી ટ્રકો માથા ના દુઃખાવા સમાન બની જવા પામી છે. આ ટ્રકો પથ્થરો ની ખાણ માંથી મોટાં પથ્થરો ભરી કસર પ્લાન્ટ માં પિલાણ કરવા માટે લાવે છે. જ્યારે એકંદરે આ ટ્રકો ઓવરલોડ મટીરીયલ ભરી ને પરિવહન કરતી જોવા મળે છે. જ્યારે આ ટ્રકો માર્ગની રોંગ સાઈડમાં પણ પરીવહન કરતી જોવા મળી છે. ત્યારે આ માર્ગ હાઇવે નંબર ૪૮થી મહારાષ્ટ્ર ને જોડ્યો માર્ગ હોવા થી અનેક વાહનો આ માર્ગ પર પસાર થતાં હોય છે. ત્યારે કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? ત્યારે આ માર્ગ પર રાંગ સાઈટ પરીવહન કરતી ટ્રકો ટ્રાફિક વિભાગ ના નજર માં નથી આવતી? શું આખે આખું વહિવટી તંત્ર આ ઉદ્યોગકારો સામે નત મસ્તક છે? આ મુખ્ય માર્ગ પર કોઈ પણ રોકટોક વગર ફોટા માં નજરે પડતી જે ટ્રક ઓવરલોડ હોવાની આશંકા દર્શાવે છે એ કોના આશીર્વાદ થી? ત્યારે નવસારી જિલ્લાનો ચાર્જ સંભાળતા એ.આર.ટી.ઓ સાહેબ આ બાબતે કોઈ ચોક્કસ પગલાં લેવાશે કે પછી આ ઉદ્યોગકારો ને પોતાનાં છૂપા આશીર્વાદ વરસાવશે? ત્યારે આવનાર દિવસોમાં જોવાનું રહ્યું કે તંત્ર ના બાહોશ અધિકારીઓ દ્વારા આ બાબત એ કોઈ નક્કર પગલાં લેવાશે ખરા? કે વિલા મોઢે પોતાની ઓફિસો માં બેઠાં રહેશે?
બોક્સ:૧
ચીખલી માં આવેલ અલગ અલગ પથ્થરો ની ખાણ માંથી પથ્થર ભરી ને કસર પ્લાન્ટ માં પિલાણ માટે લઈ જવાતો પથ્થર નું વજન ખાણ માંથી નીકળતા ની સાથે થતું હોય તો એ તપાસ કરવામાં આવે તો સમગ્ર બાબત બહાર આવે એમ છે. ત્યારે સવાલ એ પણ ઉદભવે છે કે પથ્થર ની ખાણ માંથી આ ઓવરલોડ લાગતી ટ્રકો શું રોયલ્ટી પાસ લઈ ને નીકળતી હશે? ત્યારે ખાણ ખનીજ વિભાગ અને આર.ટી.ઓ ના અધિકારી તલ સ્પર્શે તપાસ કરે તો સમગ્ર બાબત સામે આવે એમ છે.
બોક્સ:૨
શું આર.ટી.ઓ વિભાગ ને આ પરિવહન કરતી ટ્રકો ધ્યાન પર નથી આવતી?કે પછી સેટિંગ ડોટ કોમ દ્વારા અધિકારીઓ છૂપા આશીર્વાદ આપી સમગ્ર વેપલો ચલાવી રહ્યા છે? લેખીત રજુઆત અને આ બાબત ગત રોજ પ્રકાશિત કર્યા બાદ પણ હાલ પરિસ્થિત યથાવત્






