GUJARATNAVSARI

Navsari: નવસારી જિલ્લાની સ્વામિનારાયણ ઈન્ટરનેશનલ સ્કુલ,એરૂ ખાતે યોજાશે નવસારી જિલ્લાકક્ષા કલા મહાકુંભ..

મદન વૈષ્ણવ
રમત ગમત યુવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ ગુજરાત સરકાર પ્રેરિત જિલ્લા વહીવટી તંત્ર નવસારી અને જિલ્લા યુવા અને  સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી આયોજિત નવસારી જિલ્લા કક્ષા કલા મહાકુંભ 2023-24 નું દ્વિદિવસીય આયોજન શ્રી સ્વામિનારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં તા: 05-06  જાન્યુઆરી 2024 દરમ્યાન થનાર છે.

નવસારીના છ તાલુકામાંથી સાહિત્ય,કલા,નૃત્ય,ગાયન,વાદન,અને અભિનય વિભાગની જુદી જુદી ૧૪ સ્પર્ધામાથી તાલુકાનું પ્રતિનિધિત્વ  અને ૯ સ્પર્ધામાં જિલ્લાકક્ષાએથી કલાકારો ભાગ લેશે. જિલ્લા કક્ષાએ વિજેતા થયેલ સ્પર્ધકોને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે અને વિજેતા થયેલ કૃતિ પ્રદેશ કક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. અહી બે દિવસની સ્પર્ધામાં 23 કૃતિઓ  રજૂ થશે.

સ્પર્ધાના પ્રથમ દિવસે તા: ૦૫/૦૧/૨૦૨૪ના  રોજ લોકનૃત્ય, સ્કૂલબેન્ડ, ગરબા, રાસ, સમુહગીત , ઓર્ગન, લગ્નગીત, લોકગીત-ભજન, હાર્મોનિયમ, તબલા, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ તેમજ બીજા દિવસે તા:૦૬/૦૧/૨૦૨૪ ના રોજ  સુગમસંગીત, શાસ્ત્રીય કંઠ્ય સંગીત, એકપાત્રી અભિનય, ભરતાનાટ્યમ, કથ્થક, ચિત્રકલા, સર્જનાત્મક, વકતૃત્વ, નિબંધ, કાવ્ય લેખન, ગઝલ-શાયરી જેવી  કુલ  23  કૃતિઓ યોજાશે. જેમાં 6 વર્ષથી અલગ અલગ ઉંમરના બાળકોથી લઈ ૫૯ વર્ષ સુધીના અંદાજિત ૧૨૦૦ થી વધારે સ્પર્ધકો ભાગ લેશે. સમગ્ર સ્પર્ધામાં નિર્ણય કાર્ય માટે અલગ અલગ જિલ્લામાંથી તજજ્ઞો હાજર રહેશે.

[wptube id="1252022"]
Back to top button