
27-નવેમ્બર.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
સૌરાષ્ટ્ર સંભાગની ઓનલાઇન બેઠકમાં ૮૫ જેટલા અપેક્ષિત હોદ્દેદારો જોડાયા.
ભુજ કચ્છ. :- ઓલ્ડ પેન્શન યોજના ખાસ કરીને સરકાર દ્વારા સ્વિકાર કરવામાં આવેલ ૨૦૦૫ પહેલા નો ઠરાવ સહિત ના પડતર પ્રશ્નો અંગે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્યની કારોબારી બેઠક આણંદ ખાતે યોજાઈ હતી જેમાં નિર્ણય થયા મુજબ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ પ્રેરીત રાષ્ટ્રીય સંયુક્ત મોરચોએ તારીખ નવ ડિસેમ્બર ના રોજ વિરાટ સંખ્યા માં ગુજરાતના નવ સ્થાન ઉપર પદયાત્રા કરી શિક્ષકો સહિત ના કર્મચારીઓ મહાપંચાયતો કરશે જેમાં પડતર ઓલ્ડ પેન્શન સહિત ના પ્રશ્નો ઉકેલવા માન.વડાપ્રધાન, માન.મુખ્યમંત્રી તથા માન.શિક્ષણ મંત્રી શ્રી ને આવેદનપત્રો આપવામાં આવશે મહાપંચાયતો ના સ્થાન, સમય તથા પદયાત્રા કયા રુટ ઉપર થી કેટલા વાગે મહાપંચાયતના સ્થાને પહોંચશે એના માઈક્રો પ્લાનિંગ કરવા માટે ગતરોજ રાત્રે સૌરાષ્ટ્ર સંભાગ ની ઓનલાઇન બેઠકો યોજાઈ ૮૫ જેટલા આગેવાનો જોડાયેલા. સંભાગ ના તમામ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના તમામ સંવર્ગોના હોદેદારોને સંબોધન કરતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના ગુજરાત ના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ જણાવ્યું હતું કે ગુજરાત ની આ પદયાત્રા કરી થનાર મહાપંચાયતો ઐતિહાસિક બની રહેવાની છે. રાજય મહામંત્રી મિતેશભાઈ ભટ્ટે વિસ્તૃત કાર્યયોજના ની છણાવટ કરી હતી.તમામ સરકાર માન્ય નવ સંવર્ગના હોદેદારો ગુજરાતના તમામ શિક્ષકો સહિત કર્મચારીઓ ને પોસ્ટકાર્ડ , હેન્ડ બીલ, રુટ બનાવી શિક્ષક સંપર્ક તથા સ્ટિકરો અને ટેલિફોન અને શોશ્યલ મિડિયા નો ઉપયોગ કરી મહાપંચાયતો માં આવવા માટે આગ્રહ કરવામાં આવશે. નવ ડિસેમ્બર સુધી સતત પદાધિકારીઓ સક્રિય બની મહાપંચાયતો ને સફળ બનાવવા જીલ્લા, તાલુકા ની ઓનલાઇન બેઠકો કરશે સૌરાષ્ટ્ર સંભાગ ના આયોજન મુજબ મોરબી, જૂનાગઢ, ભાવનગર અને દ્વારકા ખાતે મહાપંચાયતો થશે.
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તરફથી ગુજરાતના તમામ વિભાગ ના કર્મચારી મિત્રો ના સંગઠનોના પદાધિકારીઓને પોતાના કર્મચારીઓને જોડાવવા માટે અપીલ કરવામા આવી છે.સૌરાષ્ટ્ર સંભાગની ઓનલાઈન બેઠકમાં કચ્છ જિલ્લા વતિ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત સરકારી માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ મુળજીભાઈ ગઢવી,જિલ્લા અધ્યક્ષ નયનભાઈ વાંઝા,મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા,પ્રાથમિક સંવર્ગ જિલ્લા ઉપાધ્યક્ષ ભરતભાઇ ધરજીયા, મહામંત્રી રમેશભાઈ ગાગલ,મહિલા ઉપાધ્યક્ષ રાખીબેન રાઠોડ,માધ્યમિક ગ્રાન્ટેડ સંવર્ગ અધ્યક્ષ તેમજ પ્રાંત માધ્યમિક સહસંગઠન મંત્રી અલ્પેશભાઈ જાની, મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પરમાર સહિતના હોદેદારો જોડાયા હતા. સમગ્ર ઓનલાઈન બેઠકનું સંચાલન હિતેશભાઈ ગોપાણી, સરસ્વતી વંદના ચંદ્રિકાબેને અને કલ્યાણ મંત્રથી બેઠકનું સમાપન રમેશભાઇ ગાગલે કર્યું હતું, તેવું રાષ્ટ્રીય સયુંકત મોરચા કચ્છ જિલ્લા સંયોજક અલ્પેશભાઈ જાનીની યાદીમાં જણાવાયું છે.








