MORBIMORBI CITY / TALUKO

મોરબી નવયુગ વિઘાલયમા ‘માતૃ-પિતૃ પુજન દિન’ની ઉજવણી

રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી 

નવયુગ વિદ્યાલય-મોરબી ખાતે પ્રાશ્ચાત્ય સંસ્કૃતિના રંગે ‘ રંગાયેલ યુવાઓને ભારતીય સંસ્કૃતિનુ દર્શન કરાવવા “વેલેન્ટાઇન ડે’ના સ્થાને “માતા-પિતા પૂજન દિન’ તરીકે ઉજવાયો. જીવનદર્શક-સંરક્ષક સાચા વેલેન્ટાઇન (પ્રેમ મૂર્તિ) માતા-પિતા છે એ હેતુ સહ ધોરણ-3 ના વિધાર્થીઓના માતા-પિતાને શાળામાં બોલાવી પાલક માતા-પિતાને સ્વયં ભગવાન જાણી તેની દીપ આરતી સાથે પૃજન કરવામાં આવેલ. ધોરણ-5-6 ના વિદ્યાર્થીઓએ માતા-પિતા પ્રત્યેની પોતાની લાગણીઓને ગ્રીટીંગ કાર્ડમાં લખી રજૂ કરી. આ ઉપરાંત ધોરણ-1 અને 2ેના વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાનું પૂજન કરીને આનંદની લાગણી અનુભવી, ધોરણ-4 ના વિદ્યાર્થીઓએ માતા-પિતા વિશેના સુવાકયો દ્રારા આ ઉત્સવને ઉજવ્યો


આ ઉપરાંત આ દિવસે ચારેક વર્ષ પૂર્વે પુલવામાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા વીર સપૂતોને પુષ્પાંજલિ અર્પણ કે.જીના વિદ્યાર્થીએ “બ્લેક ડે’ ની ઉજવણી કરી. શહીદવીરોને યાદ કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. વીરોની વસંત સદા મહેકતી રહે એ સ્મરણસહ ધોરણ7 અને 8ના વિધાર્થીઓ દ્વારા કેંડલમાર્ચ દ્વારા શહીદોને શ્રધ્ધાંજલિ આપી હતી.


સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવાં માટે સમગ્ર સ્ટાફ પરિવાર તેમજ ઓફિસ સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવેલ જે બદલ નવયુગ ઝૃપ ઓફ એજ્યુકેશન સુપ્રિમો પી.ડી.કાંજીયાએ અભિનંદન પાઠવેલ.

[wptube id="1252022"]
Back to top button