
ઇલેક્ટોરલ બોન્ડ પર સુનાવણી દરમિયાન ભારતના મુખ્ય ચીફ જસ્ટીસ (CJI) ડીવાય ચંદ્રચૂડ એક સીનિયર વકીલ પર ગુસ્સે થયા હતા. વકીલે બોન્ડ મામલે કોર્ટના ચુકાદાની સમીક્ષાની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટે SBI એટલે કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાને પણ પુરી જાણકારી 21 માર્ચ સુધી આપવાના આદેશ આપ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એડવોકેટ અને SCBAના અધ્યક્ષ અદીશ અગ્રવાલે ઇલેક્ટોરલ બોન્ડ ખતમ કરવાના નિર્ણયની સમીક્ષાની માંગ કરી હતી, જેને લઇને CJIએ કહ્યું, ‘સીનિયર વકીલ હોવા સિવાય તમે SCBAના અધ્યક્ષ પણ છો, તમે મારી સ્વત:શક્તિઓને લઇને પત્ર લખ્યો છે. આ બધુ પબ્લિસિટી સાથે જોડાયેલું છે અને અમે તેમાં નહીં પડીયે. મને વધારે કહેવા પર મજબૂર ના કરો, તમને સાંભળવામાં સારૂ નહીં લાગે.’
ખાસ વાત એ છે કે સોલિસિટર જનરલ તુષાર મહેતા પણ એડવોકેટ અગ્રવાલની માંગ પર અંતર જાળવતા જોવા મળ્યા હતા. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું, અમે તેમનું સમર્થન નથી કરતા. જોકે, આ પ્રથમ વખત નથી, આ પહેલા પણ અગ્રવાલે ઇલેક્ટોરલ બોન્ડ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પત્ર લખ્યો હતો. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને પણ તેમના વિચારો પર અંતર જાળવ્યું હતું અને કહ્યું હતુ કે પેનલના સભ્યોએ રાષ્ટ્રપતિને પત્ર લખવા માટે અગ્રવાલને અધિકૃત કર્યા નથી.
સુપ્રીમ કોર્ટે સોમવારે SBIને વિશિષ્ટ બોન્ડ સંખ્યાઓ સહિત ઇલેક્ટોરલ બોન્ડ સંબંધિત તમામ જાણકારીઓને 21 માર્ચ સુધી ખુલાસો કરવાનો આદેશ આપ્યો હતો.
ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં સુપ્રીમ કોર્ટે આજે SBIને ફટકાર લગાવી છે અને તેને તમામ માહિતી શેર કરવાનો નિર્દેશ આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે બેંકને 21 માર્ચ સુધીમાં બોન્ડના વિશિષ્ટ નંબર સહિતની દરેક માહિતી આપવાનો નિર્દેશ આપ્યો છે.
– એક વાર યુનિક નંબર જાહેર થયા પછી, ચૂંટણી બોન્ડ આપનાર રાજકીય પક્ષ અને તેને મેળવનાર રાજકીય પક્ષ વચ્ચેનો સંબંધ જાહેર થશે.
– મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે જણાવ્યું હતું કે “કોઈ શંકા નથી” કે એસબીઆઈએ બોન્ડ્સની સંપૂર્ણ વિગતો જાહેર કરવી જરૂરી છે.
– સુપ્રીમ કોર્ટે (એસસી ઓન ઈલેક્ટોરલ બોન્ડ્સ) આજે એસબીઆઈના ચેરમેનને 21 માર્ચ, ગુરુવારે સાંજે 5 વાગ્યા સુધીમાં તેની સમક્ષ સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.
– આ એફિડેવિટમાં જણાવવું પડશે કે બેંકે તમામ વિગતો જાહેર કરી છે.
– સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજીવ ખન્ના, બીઆર ગવઈ, જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચે કહ્યું કે SBI આ કેસમાં પસંદગીની માહિતી આપી શકે નહીં.
– આ સાથે, જે બોન્ડ પાછા ખેંચવામાં આવ્યા છે તેના આલ્ફાન્યુમેરિક નંબર અને સીરીયલ નંબરનો પણ ઉલ્લેખ કરવાનો રહેશે.
ખંડપીઠે કહ્યું કે ચૂંટણી બોન્ડ કેસમાં સર્વોચ્ચ અદાલતે તેના અગાઉના ચુકાદામાં તમામ વિગતો જાહેર કરવા કહ્યું હતું અને તેણે આ પાસા પર આગળના આદેશોની રાહ જોવી જોઈતી ન હતી.
– કોર્ટે એમ પણ કહ્યું કે SBI પાસેથી માહિતી મળ્યા બાદ ચૂંટણી પંચ તરત જ તેની વેબસાઇટ પર વિગતો અપલોડ કરશે.
– આ દરમિયાન કોર્ટને કહેવામાં આવ્યું કે આ મામલે સોશિયલ મીડિયા પર ઘણી ખોટી વાતો કહેવામાં આવી રહી છે.
કોર્ટે કહ્યું કે અમે કાયદા હેઠળ કામ કરી રહ્યા છીએ અને સોશિયલ મીડિયા પર શું ચાલી રહ્યું છે તેનાથી અમને કોઈ ફરક પડતો નથી.
ગયા અઠવાડિયે, સર્વોચ્ચ અદાલતે દેશની સૌથી મોટી બેંક એસબીઆઈને તેના નિર્દેશોના પાલનમાં અનન્ય આલ્ફાન્યુમેરિક નંબર જાહેર ન કરવા માટે કારણ દર્શાવવા નોટિસ જારી કરી હતી અને કહ્યું હતું કે એસબીઆઈએ તે જાહેર કરવું પડશે.
તમને જણાવી દઈએ કે તેના ઐતિહાસિક નિર્ણયમાં સર્વોચ્ચ અદાલતે કેન્દ્રની ચૂંટણી બોન્ડ યોજનાને રદ્દ કરી દીધી હતી, જે બેનામી રાજકીય ભંડોળને મંજૂરી આપતી હતી.










