દાહોદના રેલ્વે સ્ટેશન મુસાફર ખાનામાં સંકાસ્પદ હાલતમાં જોવા મળતા યુવક યુવતીને રેલ્વે પોલીસે પરિવારથી સંપર્ક કરી બન્નેને પરિવારને સોપાયા

તા.૨૬.૦૭.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદના રેલ્વે સ્ટેશન મુસાફર ખાનામાં સંકાસ્પદ હાલતમાં જોવા મળતા યુવક યુવતીને રેલ્વે પોલીસે પરિવારથી સંપર્ક કરી બન્નેને પરિવારને સોપાયા
દાહોદ રેલ્વે રાજકીય પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસોં દાહોદ રેલ્વે સ્ટેશન મુસાફર ખાના તથા પ્લેટફોર્મ ઉપર પેટ્રોલીંગ કરતા હતા તે દરમ્યાન 3 વાગ્યાની આસપાસ દાહોદ રેલ્વે સ્ટેશન મુસાફરખાનામાં એક છોકરો તથા એક છોકરી શકમંદ હાલતમાં જોવામા આવતા સાથેના પોલીસ માણસો સાથે રહી બંન્ને છોકરા છોકરીની પુછપરછ કરતાતે પૈકી છોકરી પોતાનું નામ કિર્તી મુન્નાસિંગ જાતે પવાર ઉ.વ.૧૭ ધંધો અભ્યાસ રહે ૧૪૫, દિન દયાલ નગર, જુના બસ સ્ટેન્ડની આગળ થાના.ડી.ડી.નગર તા.જિ.રતલામ, મધ્ય પ્રદેશ વાળી હોવાનું જણાવેલ અને દાહોદ રેલ્વે સ્ટેશન ઉપર આવવાની હાજરી બાબતે પુછતા તેણે જણાવેલ કે, ગઇ તા.૨૪/૦૭/૨૦૨૩ ના રોજ મને મારા ઘરેથી મારા પિતાએ ઠપકો આપતા હું ઘરેથી નીકળી ગયેલ હતી અને ત્યાંથી ટ્રેનમાં બેસી અમદાવાદ સુધી ગયેલ અને અમદાવાદથી પરત દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે પરત આવેલ છું અને મારા દાદીના ઘરે નાગદા ખાતે ઘરની સામે રહેતા છોકરા અમન કટારીયા સાથે વાતચીત કરી અને મારે તેના જોડે મિત્રતા થઇ હતી જેથી તેને મેં દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે મળવા માટે બોલાવ્યુ . અને જે મને મળવા માટે દાહોદ આવ્યો હતો તેં બાદ તેની સાથેના છોકરાને તેનું નામ ઠામ પુછતા પોતે પોતાનું નામ અમન સાઓ નરેન જાતે.કટારીયા ઉ.વ.રર ધંધો.અભ્યાસ (એલ.એલ.બી.)રહે.બીરલા મંદીર પાસે ઇન્દ્રપુરી સોસાયટી ઘાના-બીરલા ગામ તા.નાગદા ઉજ્જૈન વાળો હોવાનું જણાવ્યુ અને તે પોતેઆ છોકરી જેની સાથે તેની મિત્રતાછે તેને મળવા માટે દાહોદ આવ્યો હતો તેવું જણાવતો હોય જેથી તેઓને પોલીસ સ્ટેશન ખાતે લાવી અને મળી આવેલ છોકરીના પિતાનો મોબાઇલ ફોનથી સંપર્ક કરી અત્રેના પોલીસ સ્ટેશન ખાતે બોલાવી અને છોકરીના પિતા દાહોદ રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે આવી જણાવ્યુકે, આ છોકરી મારી છે અને ગઇ તા.૨૪/૦૭/૨૦૨૩ ના રોજ કોઇ અજાણ્યો ઇસમ તેને લઇ ગયેલ હોય તે બાબતેની ફરીયાદ અમોએ દિન દયાલ પોલીસ સ્ટેશન રતલામ, એમ.પી.ખાતે આપી હતી . તેવું જણાવતા દિન દયાલ પોલીસ સ્ટેશન રતલામ ખાતે સંપર્ક કરી તેઓને અત્રેના પોલીસ સ્ટેશન ખાતે બોલાવી જે આધારે રતલામ પોલીસ દાહોદ રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે આવ્યા હતા અને તેઓને આ બાબતે પુછપરછ કરતા તેઓએ જણાવ્યુ હતુંકે, આ બનાવ બાબતે દિન દયાલ પોલીસ સ્ટેશન રતલામ ખાતે દાખલ થયેલ છે. જેથી છોકરીના માતા પિતા તથા દિન દયાલ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ અંકલેશ્વર શ્રીરામેશ્વર પાટીદાર પો.સ્ટે.ખાતે રીપોર્ટ આપતાઆ છોકરા છોકરી બંન્નેને સુપ્રત કરવામાં આવ્યા હતા









