TANKARA:ટંકારા ના બંગાવડી ગામે કુટુંબીઓ ઝઘડો પોલીસ મથકે પહોંચ્યો!!!

TANKARA:ટંકારા ના બંગાવડી ગામે કુટુંબીઓ ઝઘડો પોલીસ મથકે પહોંચ્યો!!!
ટંકારાના બંગાવડી ગામે કુટુંબીઓ વચ્ચે ઝધડો થયો હતો જેમાં યુવતીના પિતાને ફડાકા ઝીંકી દેતા તેણીએ ૧૮૧ હેલ્પ લાઈનની મદદ લીધી હતી જે મામલે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
મળતી માહિતી મુજબ ટંકારાના બંગાવડી ગામે રહેતા ઉર્વશીબા સિદ્ધરાજસિંહ જાડેજા એ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૬ ના રોજ તેણી તેના પિતા તથા માતા વર્ષાબા એમ બધા ઘરના સભ્યો ઘરે હોય દરમિયાન ઘરની બાજુમાં રહેતા કુટુંબી ભાઈ કુલદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા તેના ઘરમાંથી સિદ્ધરાજસિંહને ગાળો આપતા હતા જેથી સિદ્ધરાજસિંહે ગાળો આપવાની ના પાડતા કુલદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, તેની માતા ગીતાબેન, તેનોભાઈ રાજદીપસિંહ પણ ગાળો આપવા લાગેલ અને ઉશ્કેરાઈ જઈને સિદ્ધરાજસિંહ સાથે ઝધડો થતા ઝપાઝપી કરતા રાજદીપસિંહ જાડેજા એ સિદ્ધરાજસિંહને બે ત્રણ ઝાપટ મારી એવામાં તેના ભાઈ જયદીપસિંહ ફોર વ્હીલ કાર લઈને આવેલ અને તેને પણ બધાને ગાળો આપી લાકડાનો ધોકો ગાડીમાંથી કાઢી સિદ્ધરાજસિંહને માર્યો હતી દરમિયાન દેકારો થતા આસપાસના કુટુંબીઓ આસ્વી જતા કુલદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા,તેના માતા ગીતાબેન, ભાઈ રાજદીપસિંહ અને જયદીપસિંહ નાશી ગયા હતા અને જતા જતા આ વખતે બચી ગયા છો હવે પછી મળશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી જેથી ઉર્વશીબા એ ૧૮૧ હેલ્પ લાઈનમાં ફોન કરી ટંકારા પોલીસ મથકે દોડી ગયા હતા અને બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી જે મામલે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે