MAHISAGAR

લુણાવાડા જિલ્લા પંચાયત ખાતે જિલ્લા કક્ષાની “શ્રી અન્ન” “મિલેટ્સ વાનગી સ્પર્ધા ” યોજાઇ

આસીફ શેખ લુણાવાડા

લુણાવાડા જિલ્લા પંચાયત ખાતે જિલ્લા કક્ષાની “શ્રી અન્ન” “મિલેટ્સ વાનગી સ્પર્ધા ” યોજાઇ

જિલ્લા કલેકટરની વિશેષ ઉપસ્થિતીમાં જિલ્લા પંચાયત લુણાવાડા ખાતે જિલ્લા કક્ષાની “શ્રી અન્ન” “મિલેટ્સ વાનગી સ્પર્ધા ” યોજાઇ

આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા શ્રી અન્નમાંથી વિવિધ પોષ્ટિક વાનગીઓ બનાવવામાં આવી, જિલ્લા તંત્ર દ્વારા તેમને નંબર આપી સન્માનિત કરાયા

 

સમગ્ર વિશ્વ વર્ષ-2023ને “આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ” તરીકે ઉજવી રહ્યું છે, ત્યારે મહીસાગર જિલ્લા કલેક્ટર  ભાવિન પંડ્યા અને જિલ્લા વિકાસ અધિકારી સી એન પટેલના સંયુક્ત માર્ગદર્શન અને જિલ્લા આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર દક્ષાબેન તબિયારના નેતૃત્વમાં જિલ્લામાં આઈ. સી. ડી. એસ. મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત જિલ્લા પંચાયત ખાતે જી-20ની થીમ સાથે જિલ્લા કક્ષાની “શ્રી અન્ન” “મિલેટ્સ વાનગી સ્પર્ધાનું ” આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય હેતુ છેવાડાના લોકો સુધી મિલેટ્સના ઉપયોગ અને તેના ખોરાકમાં રહેલા પોષકતત્વો અંગે જાગૃત્તતા ફેલાય અને લોકજીવનમાં રોજિંદા ખોરાકમાં સમાવેશ થાય તેવો રહેલો છે.

આ સ્પર્ધામાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા વિવિધ વાનગીઓ બનાવીને લાવવામાં આવી હતી. જેવી કે જુવારના પુડા-દલીયા-સુખડી, રાગી ઢોસા, રાજગરાના લોટમાંથી લાડુ, વિવિધ ધાન્યના થેપલા, બાજરીના લાડુ-વડા-થેપલા વગેરે. અઘિકારીઓ અને પ્રતિનિધિઓએ મિલેટ્સ વાનગી સ્પર્ધામાં હાજર રહીને પાકોના મહત્વ, ઉપયોગિતા અને ફાયદાઓ અંગે  માહિતીથી અવગત કરાવ્યા હતા તેમજ વાનગીઓનું નિદર્શન કરવા જિલ્લા કક્ષાના અધિકારોઓને આમંત્રિત કરી વાનગી સ્પર્ધાનું નિરીક્ષણ કરી પ્રથમ દ્રિતીય અને તૃતીય નંબર આપી આંગણવાડી બહેનોને શુભેચ્છાઓ પાઠવી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button