KUTCHMUNDRA

મુન્દ્રામાં દિવ્યાંગો માટે યોજાયેલ કેમ્પનો 61 લોકોએ લાભ લીધો ઘર આંગણે સર્ટીઓ મળી રહે તેવા હેતુથી મુન્દ્રાની સરકારી હોસ્પિટલ ખાતે દિવ્યાંગતા પ્રમાણપત્ર કેમ્પ યોજાયો 

૨૭ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

મુન્દ્રા કચ્છ :- દિવ્યાંગ લોકોને જિલ્લા કક્ષાની હોસ્પિટલે ધક્કા ન ખાવા પડે અને ઘર આંગણે જ સર્ટીઓ મળી રહે તેવા હેતુથી જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રવીન્દ્ર ફુલમાળીના માર્ગદર્શન હેઠળ મુન્દ્રાની સરકારી હોસ્પિટલ ખાતે આંખ, હાડકા અને માનસિક દિવ્યાંગતા ધરાવતા લોકો માટે યોજાયેલ કેમ્પનો 61 ભાઈ – બહેનોએ લાભ લીધો હતો. કેમ્પમાં અપાયેલ યુનિક ડિસીબીલીટી આઈ કાર્ડ (યુ.ડી.આઈ.ડી) થકી દિવ્યાંગોને બસ – રેલવે પાસ, સાધન સહાય તથા પેન્શનનો લાભ મળી શકશે. આ કેમ્પમાં અદાણી (જી. કે.) હોસ્પિટલ, ભુજના ડો. શિવાંશ ગાંધી, ડો. મૈત્રી પરમાર, ડો. પાર્થ લેઉઆ, ડો. સતીશ ડામોર, ડો. ચીંકિત વોરા, ડો. હર્ષદસિંહ વાઘેલા તથા સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડો. મંથન ફફલની ટીમે સેવા આપી હતી.કેમ્પની વ્યવસ્થા તાલુકા આરોગ્ય અધિકારી ડો. કૈલાશપતિ પાસવાનના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ સુપરવાઇઝર હરિભાઈ જાટીયાની ટીમના મનોજ સોની, દેવકરણ ગાગલ, નિલેશ પટેલ, ગિરીશ પટેલ, જીગ્નેશ પંચાલ તથા ભુપેન્દ્ર ડામોરએ સંભાળી હતી. કેમ્પના પ્રચાર – પ્રસાર અને માર્ગદર્શન સહિત ચા – નાસ્તા માટે અદાણી ફાઉન્ડેશનના માવજીભાઈ બારીયા, કરશનભાઈ ગઢવી, મનહરભાઈ ચાવડા તથા રાજુભાઈ સોલંકીની ટીમનો સહયોગ મળ્યો હતો. કેમ્પની સુંદર વ્યવસ્થા બદલ કચ્છ દિવ્યાંગ ફાઉન્ડેશનના ખુશાલભાઈ ગાલા તથા શહીદ ભગતસિંહ સેવાદળના સંસ્થાપક હરેશભાઈ મોથારીયાએ રાજ્ય સરકારની સેવાઓને બિરદાવી આનંદ સાથે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

[wptube id="1252022"]
Back to top button