
વાત્સલ્યમ્ સમાચાર
- પ્રિતેશ પટેલ – વાંસદા
વાંસદાના ઉપસળ ગામે આવેલ દુકાન ફળિયામાં પાણી પુરવઠાના વાસ્મો વિભાગે ૮ મહિના પહેલા લાખોની નલ સે જલ યોજના તો સાકાર કરી હતી પરંતુ બે મહિનામાં જ બોર ફેઈલ થયો જે અગે
ઉપસળના દુકાન ફળિયામાંના ઘરોમાં પીવાનું પાણી મળતું નહોવાની લોક બુમ ઉઠી હતી દુકાન ફળિયાનો બોર છેલ્લા બે-મહિનાથ બોર ફેઈલ થઈ જતા ગ્રામજનો અનેક રજૂઆતો કાને નહિ પડતા પાણી-પુરવઠા વિભાગ દ્વારા આ મામલે આંખ આડા કાન કરવામાં આવતા હોવાથી આ બાબતે તંત્રએ જરા પણ તસ્દી લીધી હતી. જાગેલુ તાલુકાનું વહિવટી તંત્ર કામે લાગતા યુદ્ધના ધોરણે પાણી માટે નવો બોર કરવાની કામગીરી કરાઇ હતી ઉપસળના દુકાન ફળિયાના ૧૦ ઘરો વચ્ચે નલસે જલ યોજના થકી લોકોના ઘરો સુધી પાણી નહિ પહોંચતું હોવાનો પ્રથમ વિગતવાર અહેવાલ અખબારમાં પ્રસિધ્ધ થતા તંત્રમાં અખબાર અત્રે ઉલ્લેખનીય છે કે પ્રથમ જ એવો અહેવાલ આવ્યા બાદ તાત્કાલિક અસરથી પાણી પુરવઠા વિભાગે સ્થળ નિરીક્ષણ કરીને ગ્રામજનો સમક્ષ રોજકામ રિપોર્ટમાં ભૂકંપના આંચકાના કારણે બોર-ફેલ થયાનું કારણ દર્શાવતા પાણી-પુરવઠા વિભાગે ભૂકંપના માથે ઠીકરું ફોડયું હતું આ દાવા સામે પ્રશ્નાર્થ ઉભો થતા બીજા સચિત્ર અહેવાલમાં નકારાત્મક નોંધ લેવાયા બાદ તંત્ર વધુ ગંભીર નોંધ લેતા નિંદ્રાધિન તંત્ર સફાળું જાગ્યું પંચાયત અને પાણી પુરવઠા વિભાગના માણસોની હાજરીમાં ઉપસળના દુકાન ફળિયામાં પુરવઠા-વિભાગે અંગત રસ દાખવી ગણતરીના કલાકોમાં પાણીનો નવો બોર કરી આપતા વિસ્તારની જનતામાં ખુશી છવાઈ જવા પામી છે.
છેલ્લા બે મહિનાથી દુકાન ફળિયા વિસ્તારની જનતા એ અવાર નવાર મૌખિક રજૂઆતો કરી હતી. પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું ન હતું આ અખબારી અહેવાલ છાપતા તંત્ર દોડતું થઈ જવા પામ્યું હતું અને આ મામલે અંગત રસ લઈને ગણતરીના કલાકોમાં જ નવો બોર કરી આપતા દુકાન ફળિયાના લોકોની સમસ્યા હલ થતા ખુશી છવાઈ જવા પામી છે.