
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-માંડવી કચ્છ.
માંડવી,તા-21 મે : માંડવી તાલુકાની સગીરાને લલચાવી-ફોસલાવી બાગ ગામના શખ્સ દ્વારા અપહરણ થયાની ફરિયાદ માંડવી પોલીસ સ્ટેશન મા નોંધાઇ છે.ત્યારે માંડવી પોલીસ મથકે સગીરાના વાલીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની ૧૫ વર્ષની સગીરાનું ગત તા. ૧૬/૦૫ ના માંડવીમાંથી આરોપી રજાક સિધિક સુમરા (રહે. બાગ, તા. માંડવી) એ લગ્નની લાલચ આપીને ફોસલાવી, બદકામના કરવાના ઇરાદે ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ગયો હતો. માંડવી પોલીસે અપહરણ, પોક્સો અને એટ્રોસીટી સહિતની કલમો તળે ગુનો દાખલ કરી માંડવી પોલીસ એ તપાસ હાથ ધરી છે.
[wptube id="1252022"]