ARAVALLIMEGHRAJ

મેઘરજના વૈડી ડેમ ની કેનાલના કામ વખતે કેનાલ આજુબાજુ  ખેડૂતોના ખેતરમાં નુકશાનના આક્ષેપ સાથે યોગ્ય વળતર ની માંગ 

અહેવાલ

અરવલ્લી : હિતેન્દ્ર પટેલ

મેઘરજના વૈડી ડેમ ની કેનાલના કામ વખતે કેનાલ આજુબાજુ  ખેડૂતોના ખેતરમાં નુકશાનના આક્ષેપ સાથે યોગ્ય વળતર ની માંગ

મેઘરજના વૈડી ડેમ ની કેનાલના કામ વખતે કેનાલ આજુબાજુ ખેડૂતો ના ખેતર માં ખોદકામ કરી જમીન ને નુકશાન કર્યા નો ખેડૂતો નો આક્ષેપ યોગ્ય વળતર આપવા ખેડૂતો ની માંગ

સરકાર ના સિંચાઈ વિભાગ દ્વારા ડેમ માંથી ખેડૂતો ને સિંચાઈ માટે પાણી આપવા માટે પાકી કેનાલો કરવામાં આવે છે જેથી ખેડૂત કેનાલ માંથી ખેતરમાં પાણી લઈ શકે પણ આ કેનાલો બનાવતી વખતે ખેડૂત ના હિત ને નુકશાન ના પહોંચે એ જોવાની જવાબદારી પણ તંત્ર ની હોય છે ત્યારે આવી જ એક ફરિયાદ મેઘરજ ની વૈડી ડેમ ની કેનાલ ના કામ માં સામે આવી છે.

મેઘરજ તાલુકા ના છેવાડે રાજસ્થાન ની સરહદે વાત્રક નદી પર સિંચાઈ વિભાગ દ્વારા વૈડી ડેમ બનાવ્યો છે આ ડેમ માંથી ડેમ જ્યારે ઓવરફ્લો થાય ત્યારે તેના વેસ્ટ વિયાર માંથી પાણી લેવાતું હતું જેથી છેલ્લા કેટલાક સમય થી વૈડી ડેમ માંથી પાકી કેનાલ ની માગણી હતી જે તંત્ર દ્વારા મંજુર કરવા માં આવી કરોડો ના ખર્ચે મંજુર થયેલી આ કેનાલ નું કામ શરૂ પણ કર્યું પરંતુ કેનાલ માટે જે જે ખેડૂત ના ખેતર માં થઈ ને ખોદકામ કર્યું તે બાબતે ખેડૂતો નો આક્ષેપ છે કે આ કેનાલ આજુબાજુ બહાર થી માટી લાવી ને પુરાણ કરવાનું હોય છે પરંતુ તંત્ર દ્વારા ખેડૂત ના ખેતર આજુબાજુ જેસીબી ની મદદ થી ખોદકામ કરી ને પાળા બનાવ્યા છે જેથી ખેડૂત ના ખેતર ની જમીન ને નુકશાન થયું છે જેથી ખેડૂતો ની માગ છે કે જે જમીન ખરાબ થઈ છે તેનું વળતર આપે અને કેનાલ પરથી બીજા ખેતર માં જવું હોય તો કેનાલ ઉપરથી રસ્તો બનાવી આપે અને કેનાલ આસપાસ વરસાદી પાણી ન નિકાલ ની વ્યવસ્થા કરે

[wptube id="1252022"]
Back to top button