
10 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
પાલનપુર નગરપાલિકાના ફાયર સ્ટેશન ખાતે આવેલ ગોગા મહારાજના મંદિરે યજ્ઞ યોજાયો હતો.જેમાં પાલિકા પ્રમુખ સહીતના લોકોએ આહુતી આપી શહેરમાં શુખ શાંતી જળવાઇ રહે તેવા હેતુથી યજ્ઞ યોજાયો હતો. પાલનપુર નગરપાલિકાના ફાયર સ્ટેશન ખાતે દસ વર્ષ જુના ગોગા મહારાજનું મંદિર આવેલુ છે.જ્યાં પાલિકા પ્રમુખ કિરણબેન દેવેન્દ્રભાઇ રાવલના યજમાન પદે યજ્ઞ યોજાયો હતો.અને મંદિરમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું તેમજ યજ્ઞમાં ઉપસ્થિત પાલિકાના ઉપ પ્રમુખ હસમુખભાઇ પઢીયાર,પાણી પુરવઠા ચેરમેન સાગરભાઇ માળી સહીતના નગર સેવકો અને કર્મચારીઓએ ઉપસ્થિત રહી યજ્ઞમાં આહુતી આપી હતી.આ અંગે પાલિકા ઉપ પ્રમુખ હસમુખભાઇ પઢીયારએ જણાવ્યુ હતુ કે શહેરમાં સુખ અને શાંતિ જળવાઇ રહે તેવા હેતુથી ફાયર સ્ટેશન ખાતે આવેલ ગોગ મહારાજના મંદિરે યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું.







