ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ ખાતે તાલુકા કક્ષાનો અમૃત કળશ યાત્રા કાર્યક્રમ યોજાયો

આણંદ ખાતે તાલુકા કક્ષાનો અમૃત કળશ યાત્રા કાર્યક્રમ યોજાયો

તાહિર મેમણ : ડેડીયાપાડા : 20/10/2023 – મેરી માટી, મેરા દેશ અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાં અમૃત કળશ યાત્રાઓ યોજાઇ રહી છે. ત્યારે દેશની સાથે ગુજરાતમાં પણ જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાની અમૃત કળશ યાત્રાઓ યોજાઇ છે. જેના ભાગરૂપે આજે આણંદ તાલુકા પંચાયત ખાતે તાલુકા કક્ષાનો અમૃત કળશ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો.

 

આ પ્રસંગે આણંદના ધારાસભ્ય યોગેશભાઇ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરતાં લોકોને અમૃત કળશ યાત્રામાં જોડાઇને વડાપ્રધાનશ્રીએ આપેલા મારી માટી મારો દેશ, માટીને નમન વીરોને વંદન અભિયાનને સફળ બનાવવા માટે આભાર પ્રગટ કર્યો હતો.

 

આ કાર્યક્રમમાં આણંદ ખાતે વ્યાયામ શાળાથી શરૂ કરીને તાલુકા પંચાયત કચેરી સુધી મહાનુભાવો સહિત વિવિધ ગામના પદાધિકારીઓ અને ગ્રામજનો અમૃત કળશ યાત્રા રેલીમાં જોડાયાં હતાં. રેલીમાં વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ભેગી કરવામાં આવેલા માટીના કળશને આગળ રાખીને મારી માટી, મારો દેશ અભિયાન અંતર્ગત દેશભકિતના નારાં સાથે નાગરિકોને જોડાયા હતાં.

[wptube id="1252022"]
Back to top button