GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળાના આચાર્ય ને ગાંધીનગર ખાતે માનદ ડૉક્ટરેટ પદવી એનાયત.

તારીખ ૨૮/૮/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લા ની કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા સતીશકુમાર પ્રજાપતિ નુ આજરોજ ગાંધીનગર ખાતે એસ.એન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા તેમજ સહારા ચેરિટેબલ ટ્રસ્ટ રજીસ્ટડ બાય.ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્રારા ડૉ. સુનિલ કુમાર ડાયરેક્ટર કેન્દ્રીય હિન્દી વિધાલય ક્ષેત્રીય નિર્દેશાલાય દિલ્હી ના વરદ હસ્તે શિક્ષણ તેમજ સમાજ ક્ષેત્રે કરેલ વિશેષ કામગીરી ના આધારે ડૉક્ટરેટ ની માનદ પદવી એનાયત કરવામાં આવી હતી.આ કાર્યક્રમ માં અતિથિ વિશેષ તરીકે ક્રાંતિકારી મહંત શિવારામદાસ જી મહારાજ,બિપિનચંદ્ર પટેલ હાઇકોર્ટ એડવોકેટ,ડૉ ભરતભાઈ ગાજીપરા અધ્યક્ષ જિલ્લા પંચાયત પરિષદ,ડૉ ગુલાબચંદ પટેલ તેમજ અખંડ ભારત રાષ્ટ્રવાદી સેવા દલ ના અધ્યક્ષ પ્રવિણભાઈ સિંધા હાજર રહી કાર્યક્રમ ને શોભાયમાન કર્યો હતો.

[wptube id="1252022"]









