આસીફ શેખ લુણાવાડા
મહીસાગર જિલ્લાના કલાકારો માટે કલા મહાકુંભ-૨૦૨૩ તાલુકા કક્ષા સ્પર્ધા ૨૨ ડિસેમ્બર ના રોજ યોજાશે
રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર-પ્રેરિત કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જીલ્લા યુવા વિકાસ અધિકારી, મહીસાગર દ્વારા સંચાલિત કલા સંસ્કૃતિથી લોકો માહિતગાર થાય તે હેતુથી “કલા મહાકુંભ- ૨૦૨૩-૨૪” નું આયોજન મહીસાગર જીલ્લાના દરેક તાલુકાકક્ષાએ નીચે મુજબના સ્થળે અને તારીખે થનાર છે
તાલુકા કક્ષા સ્પર્ધા લુણાવાડા તાલુકામાં પંચશીલ ગર્લ્સ હાઈસ્કુલ, બાલાશિનોર તાલુકામાં શ્રી એલ કે આર.હાઈ, જેઠોલી, સંતરામપુર તાલુકામાં જે એચ મહેતા હાઈસ્કુલ, કડાણા તાલુકામાં ઈ એમ આર એસ ,દીવડા, ખાનપુર તાલુકામાં શ્રીમતિ ડી વી પટેલ હાઈસ્કુલ-ખડોદી-બોરવાઈ અને વિરપુર તાલુકામાં નુતન હાઈસ્કુલ -ખેરોલી ખાતે ૨૨/૧૨/૨૦૨૩ ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે યોજાશે.









