
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
શાળા પ્રવેશોત્સવના દ્વિતીય દિવસે આહવા તાલુકાના રાનપાડા, ભુરાપાણી, અને વાસુરણાં ખાતે આહવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી કમળાબેન રાઉતની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.
આ વેળા સંગઠન ઉપ પ્રમુખ યોગીતબેન બાગુલ, સંગઠન મંત્રી શ્રી પાંડુભાઈ ચૌધરી, પૂર્વ મંડળ પ્રમુખ શ્રી હીરાભાઈ રાઉત, શ્રી દિલીપભાઈ પવાર સહિત લાયઝનિંગ અધિકારી મયુરીબેંન પટેલ સહિતના મહાનુભાવોની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
આ મહાનુભાવોએ બાળકોને શાળા પ્રવેશ આપવા સાથે કાર્યક્રમમાં બાળકોને સ્કુલ બેગ, નોટબુક સહિત ઉત્કૃષ્ટ દેખાવ કરનાર પ્રતિભાશાળી બાળકોને ઇનામ, અને પ્રમાણપત્રોનું વિતરણ કર્યું હતું. વિદ્યાર્થીના વાલીઓ સાથે વાર્તાલાપ કર્યા બાદ શાળા કેમ્પસમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યો, શિક્ષકગણ વિગેરેએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમમા આગેવાનો, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં.








