AHAVADANGGUJARAT

ખેલમહાકુંભની સ્પર્ધામાં બીલીઆંબા પ્રાથમિક અને સરકારી માધ્ય.શાળાના વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ જિલ્લામાં ખેલ મહાકુંભ અંતર્ગત અનેક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ છે.ત્યારે બીલીઆંબા પ્રાથમિક શાળા અને બીલીઆંબા સરકારી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ આ ખેલ મહાકુંભ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને શાળાને ગોલ્ડ મેડલ, સિલ્વર મેડર અને બ્રોન્સ મેડલ અપાવ્યો.ડાંગ જીલ્લા ક્ક્ષાની ખેલમહાકુંભ ની જુદી જુદી સ્પર્ધાઓ ચાલી રહી છે.ત્યારે ખેલ મહાકુંભ અંતર્ગતની ખો-ખો ની સ્પર્ધા જિલ્લા રમત ગમત સંકુલ સાપુતારા ખાતે યોજાઇ હતી.આ ખો- ખો અંડર-૧૪ સ્પર્ધામાં બીલીઆંબા પ્રાથમિક શાળાના ભાઇઓ – બહેનોએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.તેમજ અંડર-૧૭ ખો-ખો સ્પર્ધામાં સરકારી માધ્યમિક શાળા બીલીઆંબાના ભાઇઓ – બહેનોએ ગોલ્ડ મેડલ મેળવીને શાળા તથા ગામનું નામ રોશન કર્યું હતુ.તેમજ સુબીર તાલુકાની નવજ્યોત હાઇસ્કુલ ખાતે બાસ્કેટબોલ સ્પર્ધા યોજાઇ હતી.જેમાં અંડર-૧૪ ભાઇઓમાં બીલીઆંબા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો.અને સરકારી માધ્યમિક શાળા બીલીઆંબાના અંડર-૧૭ ભાઇઓ સિલ્વર મેડલ તથા અંડર-૧૭ બહેનો બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.બીલીઆંબા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ખેલ મહાકુંભમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ શાળાના આચાર્ય તથા કોચ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તેમજ શાળા પરિવાર અને એસએમસી સભ્ય તથા ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી..

[wptube id="1252022"]
Back to top button