
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં શામગહાન રેંજનાં ધૂમખલ ગામનાં પશુપાલક પર ખુંખાર દીપડાએ જીવલેણ હુમલો કરતા આસપાસનાં પંથકોમાં ભયનો માહોલ સર્જાયો છે….
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ દક્ષિણ વન વિભાગ હસ્તકની શામગહાન રેંજમાં લાગુ ધૂમખલ ગામનો પશુપાલક નામે સોન્યાભાઈ જાન્યાભાઈ ચૌધરી જેઓ આજરોજ મળસ્કે જ ઘર નજીકનાં જંગલ વિસ્તારમાં બકરાઓ માટે લીલા પાંદડા લેવા ગયો હતો.તે વેળાએ શિકારની શોધમાં ભટકતો ખુંખાર દીપડાએ તેના પર અચાનક જીવલેણ હુમલો કરાતા બૂમાબુમ મચી જવા પામી હતી.અહી સ્થળ પર દીપડાએ ઘાત લગાવી હુમલો કરતા સોન્યાભાઈનાં ગાલ સહિત હાથમાં ઈજાઓ પોહચી હતી.એકબાજુ ખુંખાર દીપડાએ ઉપરા છાપરી હુમલો ચાલુ રાખ્યો હોવા છતાંય આ ઈસમે હિંમત જુટાવી જીવ બચાવવા માટે સફળતા મેળવી હતી.ડાંગ જિલ્લાનાં ધૂમખલ ગામ વિસ્તારમાં ખુંખાર દીપડાનાં માનવ હુમલાનાં પગલે આસપાસનાં પંથકોમાં ભયનો માહોલ સર્જાયો છે.આ બનાવની જાણ શામગહાન રેંજની ટીમને થતા તેઓ તુરંત જ ઇજાગ્રસ્તને મળવા દોડી ગયા હતા.અને દીપડાનાં હુમલાનાં પગલે ઇજાગ્રસ્ત બનેલ ઈસમને વળતર મળે તેવી તજવીજ હાથ ધરી હતી.હાલમાં શામગહાન રેંજનાં આર.એફ.ઓ ચિરાગભાઈ માછીની ટીમે ખુંખાર દીપડાને પાંજરે પુરવાની કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે..<span;>ડાંગ જિલ્લાનાં શામગહાન રેંજનાં ધૂમખલ ગામનાં પશુપાલક પર ખુંખાર દીપડાએ જીવલેણ હુમલો કરતા આસપાસનાં પંથકોમાં ભયનો માહોલ સર્જાયો છે….સાપુતારા 28-05-2023 પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ દક્ષિણ વન વિભાગ હસ્તકની શામગહાન રેંજમાં લાગુ ધૂમખલ ગામનો પશુપાલક નામે સોન્યાભાઈ જાન્યાભાઈ ચૌધરી જેઓ આજરોજ મળસ્કે જ ઘર નજીકનાં જંગલ વિસ્તારમાં બકરાઓ માટે લીલા પાંદડા લેવા ગયો હતો.તે વેળાએ શિકારની શોધમાં ભટકતો ખુંખાર દીપડાએ તેના પર અચાનક જીવલેણ હુમલો કરાતા બૂમાબુમ મચી જવા પામી હતી.અહી સ્થળ પર દીપડાએ ઘાત લગાવી હુમલો કરતા સોન્યાભાઈનાં ગાલ સહિત હાથમાં ઈજાઓ પોહચી હતી.એકબાજુ ખુંખાર દીપડાએ ઉપરા છાપરી હુમલો ચાલુ રાખ્યો હોવા છતાંય આ ઈસમે હિંમત જુટાવી જીવ બચાવવા માટે સફળતા મેળવી હતી.ડાંગ જિલ્લાનાં ધૂમખલ ગામ વિસ્તારમાં ખુંખાર દીપડાનાં માનવ હુમલાનાં પગલે આસપાસનાં પંથકોમાં ભયનો માહોલ સર્જાયો છે.આ બનાવની જાણ શામગહાન રેંજની ટીમને થતા તેઓ તુરંત જ ઇજાગ્રસ્તને મળવા દોડી ગયા હતા.અને દીપડાનાં હુમલાનાં પગલે ઇજાગ્રસ્ત બનેલ ઈસમને વળતર મળે તેવી તજવીજ હાથ ધરી હતી.હાલમાં શામગહાન રેંજનાં આર.એફ.ઓ ચિરાગભાઈ માછીની ટીમે ખુંખાર દીપડાને પાંજરે પુરવાની કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે..





