
10 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
અમરોલી બ્રહ્માણી નગર ખાતે સ્વ.ઝબીબેન લીલાભાઈ પ્રજાપતિ ની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિએ સ્મરણાંજલિ કાર્યક્રમ ચૈત્રવદ-૩ ને રવિવાર 9 એપ્રિલ ના રોજ રાત્રે ૯ થી બપોરે ૧ કલાક સુધી યોજાયો હતો.સ્વ.ઝબીબેન કોરોનાના કપરાકાળમાં અવસાન પામતા સમાજમાં ખુબજ આઘાત લાગ્યો હતો.સ્વ.ના દિવ્યાત્માની શાંતિ માટે શ્રી દક્ષ પ્રજાપતિ સમાજ રત્ન સમાલ પરગણા પ્રજાપતિ સમાજના વીર ભામાશા એવમ શ્રી ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ સર્વ ગોળ (બારપરગણા) મંડળ સુરતના પૂર્વપ્રમુખ પ્રજાપતિ લીલાભાઈ ધુડાભાઈ (ભુતિયાવાસણાવાળા) પરિવાર ના શ્રવણભાઈ/રમેશભાઈ/સુનિલભાઈ દ્વારા સંતોના સાનિધ્યમાં શ્રદ્ધાંજલી, સ્મરણાંજલી સભા સાથે સામાજીક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.સંતશ્રી કાન્તુરામ મહારાજ (કંબોઈ),શ્રી રામદેવપીર મંદિર ખલીપુર તા.સરસ્વતીના સંતશ્રી વેણારામ મહારાજ ગુરૂશ્રી પાંચારામ મહારાજે આશીર્વચન આપ્યા હતા.ઉપસ્થિત મહેમાનોએ પ્રાસંગીક પ્રવચન કરી સ્વ.ની છબીને પુષ્પ ચડાવી શ્રધ્ધાં સુમન અર્પણ કર્યા હતા.પધારેલ મહેમાનોનું શાલ થી સન્માન કર્યું હતું.લોકગાયક સુરજ ઠાકોર ખલીપુર (કલાકાર), નારણભાઈ એમ.પ્રજાપતિ સરીયદ, ગોરધનભાઈ પ્રજાપતિ સહિત અનેક ભાવિક ભક્તોએ ભજન સત્સંગની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે શ્રી ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ સર્વ ગોળ (બારપરગણા) મંડળ સુરતના પ્રમુખ પ્રજાપતિ ભેમજીભાઈ ગગાભાઈ (રવેલવાળા),સમાલ પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ પરાગભાઈ ડી.પ્રજાપતિ, પૂંજાભાઈ પ્રજાપતિ ભીલડી, નારણભાઈ અજમલભાઈ પ્રજાપતિ સરીયદ સહિત શ્રી સમાલ પરગણા,અને સુરત શહેર થી વિશાળ સંખ્યામાં લીલાભાઈ ડી.પ્રજાપતિના સગા સંબંધીઓ હાજર રહી સ્વ. ઝબીબેન લીલાભાઈ ધુડાભાઈ પ્રજાપતિને શ્રદ્ધાસુમાન અર્પણ કરેલ.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગઢિયા શ્રવણભાઈ લીલાભાઈએ કર્યું હતું.જ્યારે આભાર વિધિ રમેશભાઈ ગઢીયાએ કરી હતી.આ અંગે નટવર.કે.પ્રજાપતિ એ જણાવ્યું હતું.








