GUJARATMORBITANKARA

ટંકારા પોલીસ સ્ટેશન ખાતે એન્ટી ડ્રગ્સ અને સાઈબર ક્રાઈમની જાગૃતિ માટે સેમીનાર યોજાયો

ટંકારા પોલીસ સ્ટેશન ખાતે એન્ટી ડ્રગ્સ અને સાઈબર ક્રાઈમની જાગૃતિ માટે સેમીનાર યોજાયો

ટંકારા પોલીસ સ્ટેશન ખાતે મોરબી જીલ્લા પોલીસના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. ઘાઘલ ની અધ્યક્ષતા માં ટંકારા તાલુકાના તમામ કારખાનેદારો અને ઉદ્યોગપતિઓને એન્ટી ડ્રગ્સ સેમીનાર અને સાઈબર ક્રાઈમ ની જાગૃતિ માટે પોલીસ સ્ટેશન ટંકારાના ગ્રાઉન્ડમાં સેમીનાર રાખવામા આવ્યો હતો.


કારખાનાના માલિકો ને આજુબાજુ માં ક્યાંય નસીલા પદાર્થો કે કેફી દ્રવ્યો ની માહિતી મળે તો તુરંત પોલિસ કંટ્રોલ રૂમને હેલ્પ લાઈન ઉપર જાણ કરવા અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિ ઓ અટકાવવા સરકાર શ્રીની ઇમરજન્સી પોલીસ ૧૧૨, મહિલા સહાય ૧૮૧, બાળકોની હેલ્પ લાઈન ૧૦૯૮, વરિષ્ઠ નાગરિકો માટે ૧૪૫૬૭, નાર્કોટિક્સ ડ્રગ માટે ૧૯૦૮, સાઈબર ક્રાઈમ ના ગુના માટે ૧૯૩૦ વગેરે જેવી હેલ્પ લાઈન નો ઉપયોગ કરવા માર્ગદર્શન આપ્યું હતું.સોશિયલ મીડિયા દ્વારા થતા સાયબર ફોડ ના કોઈ ભોગ ના બને એ વિશે માહિતગાર કરેલ, સમાજમાં પ્રતિષ્ઠા, વ્યવસાય, ઉંમર અને તમારૂ સામાજીક લેવલ જોઈને તમને ટાર્ગેટ કરવામાં આવે છે તેમજ વિડિયો બનાવી તમને બ્લેક મેઈલ કરવામાં આવે છે. તેના થી કેમ્ બચવું જોઈએ તેના વિશે માહિતગાર કર્યા હતા. અને ભોગ બનનારે તુરંત શેહ શરમ રાખ્યા વગર તાત્કાલિક પોલીસને હેલ્પ લાઈન માં અથવા રૂબરૂ સંપર્ક કરવા જણાવાયું હતું. કારખાનેદારો ને પરપ્રાંતીય મજુરોને પુરી ઓળખ કરી અને તેમના રહેણાંક ના પુરાવા, આધારકાર્ડ વગેરે લઈ પોલિસ સ્ટેશને નોંધણી કરાવવા જણાવ્યું હતું.
કારખાનેદારો ના કોઈ પ્રશ્નો હોય તો પોલીસની મદદ લઈ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મદદ કરવા પી. એસ. આઈ.એ જણાવ્યું હતું.


આ તકે ટંકારા તાલુકાના સામાજિક અગ્રણીઓ, વેપારીઓ, ઉધોગપતિઓ અને ટંકારા પોલીસ ગણ હાજર રહ્યાં હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button