
મોરબીના માર્કેટ યાર્ડની છત ઉપર જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબીના શનાળા રોડ ઉપર માર્કેટયાર્ડમાં સી લાઇનની છત ઉપર જુગાર રમતા હોવાની હકીકત પોલીસને મળી હતી.જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી.ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા મનસુખભાઈ ત્રિભોવનભાઈ સવસાણી (ઉમર ૫૧) રહે.અવની ચોકડી ગુરુકૃપા એપાર્ટમેન્ટ બ્લોક નં-૪ મોરબી, કલ્પેશભાઈ ગણેશભાઈ મારવાણીયા (ઉમર ૩૮) રહે.કામધેનું પાર્ટી પ્લોટ સામે શ્રીજી ટાવર બ્લોક નં- ૧૦૩ મોરબી અને કિશોરભાઈ પ્રભુભાઈ સવસાણી (ઉમર ૩૩) રહે.રવાપર ઘુનડા રોડ ઉમિયાનગર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી રૂા.૨૫,૩૫૦ ની રોકડ કબ્જે કરીને જુગાર અંગેનો ગુનો દાખલ કરેલ છે.
[wptube id="1252022"]








