BANASKANTHAGUJARATPALANPUR

શ્રીમતી સાળવી પ્રા.શાળા ખાતે ૨૪૦૦ ચકલી ઘર અને ૬૦૦ પાણીના કુંડાનું વિતરણ કરાયું

1 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

હાલમાં આધુનિક ટેકનોલોજીની ખરાબ અસર અને વૃક્ષોના આડેધડ નિકંદન નાં કારણે ચકલીઓ સહીત નાના અબોલ પક્ષીઓ ધીરે ધીરે લુપ્ત થઈ રહ્યા છે. જેની જાળવણી માટે કેટલીય સંસ્થાઓ કાર્યરત છે.આ સંદર્ભે શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ,પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન શ્રીમતી સાળવી પ્રા.શાળા ખાતે પક્ષી ઘર અને કુંડા વિતરણ કરાયું હતું.આ પ્રસંગે મોબાઈલ પશુ સમાધી સેવા ગ્રુપ સંસ્થા દ્વારા આ શાળાના બાળકો ને ૨૪૦૦ જેટલા ચકલી ઘર અને ૬૦૦ પાણીના કુંડા નું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં મોબાઈલ પશુ સમાધી સેવા ગ્રુપ નાં ધીરજભાઈ પરીખ, શર્મીષ્ઠાબેન પરીખ, વિજયભાઈ ઠાકોર સહિત મંડળના ઉપપ્રમુખ પ્રકાશભાઈ ગામી અને બંને વિભાગના આચાર્ય મહેશભાઈ પટેલ, રવિન્દ્રભાઈ મેણાત, ઉપાચાર્ય રંજનબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button