યાત્રાધામ પાવાગઢ માચી ખાતે ચાચરચોકમાં વિશ્રામ સ્થળનો ઘુમ્મટ તૂટતા યાત્રિકો પર પથ્થરોની શિલાઓ પડી,એક મહિલાનું મોત.

તા.૪.મે
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
પંચમહાલ જિલ્લાનાં સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ માંચી ડુંગર ખાતે ચાચરચોક માં યાત્રીકો માટે બનાવામાં આવેલ મઢુલી ધરાશય થતા મઢુલી નીચે બેઠેલા યાત્રિકો દબાઈ ગયા હતા.ધડાકાભેર મઢુલી ધરાશાય થતા તે વિસ્તારમાં ભાગદોડ મચી જવા પામી હતી.ઘટના બનતા ઘટના સ્થળે યાત્રિકો સહીત સ્થાનિક લોકો તેમજ પાવાગઢ પોલીસ દોડી આવી બચાવ કામગીરી હાથધરી હતી.પથ્થરો નીચે દબાયેલા લોકોને બહાર કાઢી ખાનગી વાહનો તેમજ 108 એમ્બ્યુલન્સ દ્વારા હાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં એક મહિલાને પુરી સારવાર મળે તે પહેલા તેનું મોત નીપજ્યું હતું.જયારે અન્ય એક બે વર્ષ ના બાળક સહીત આઠ ઈજાગસ્તોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે વડોદરા એસ.એસ.જી હોસ્પીટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.બનેલી દુર્ઘટના ને લઇ હાલોલ તાલુકા વહીવટી તંત્ર દોડતું થયું હતું. બનાવ અંગેની જાણ સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર ને થતા તેઓ હાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે દોડી આવ્યા હતા.પ્રાપ્ત માહીતી મુજબ પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના દર્શન કરવા વડોદરા તથા મહેસાણા થી દેવીપૂજક પરિવાર આવ્યું હતું.તેઓ માંચી ચાચરચોક ખાતે હતા.ત્યારે વાતાવરણ ના પલટાને લઈ વરસાદના છાંટા પડતા હતા.વરસાદથી બચવા દેવીપૂજક પરિવાર સહીત અન્ય યાત્રીકો તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા વિકાસના કામોમાં માંચી ખાતે આવેલ ચાચર ચોકમાં યાત્રિકો ને બેસવા માટે ભારે પથ્થર થી બનાવેલ ( રેન બસેરા )મઢુલીમાં બેઠા હતા. ત્યારે અચાનક ધડાકાભેર ઢાંચા સાથે મઢુલી ધરાશય થતા નીચે બેઠેલા લોકો દબાઈ ગયા હતા.જેને લઇ દબાઈ ગયેલા લોકોની ચિચકારીઓ થતા અને ધડાકાભેર મઢુલી ધરાશય થતા થયેલ અવાજ ને લઇ માંચી ખાતે ભાગદોડ મચી જવા પામી હતી.બનેલ દુર્ઘટના ને લઇ ઘટના સ્થળે યાત્રિકો સહીત સ્થાનિક લોકો,જીપ ચાલકો તેમજ પાવાગઢ પોલીસ દોડી આવી બચાવ કામગીરી હાથધરી હતી.ભારે વજનદાર પથ્થરો નીચે દબાયેલા લોકોને બહાર કાઢી ખાનગી વાહનો તેમજ 108 એમ્બ્યુલન્સ દ્વારા હાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગેની જાણ સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર ને થતા તેઓ કાર્યકર્તાઓ સાથે હાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે દોડી આવી હોસ્પીટલ મુખ્ય અધિકારી ને સૂચના આપતા તમામ ડોક્ટર સહિત સમગ્ર સ્ટાફ તાત્કાલીક સારવાર વિભાગમાં દોડી આવી ઈજાગસ્તોની તાત્કાલિક સારવાર માં પરોવાઈ ગયા હતા.પરંતુ બે વર્ષ ના બાળક સહીત નવ ઈજાગસ્તો પૈકી દુર્ભાગ્યવશ એક મહીલા વડોદરાના ગંગાબેન મહેશભાઈ દેવીપૂજક નું મોત નીપજ્યું હતું.યાત્રાધામ પાવાગઢ ખાતે કોઈક વસ્તુ ધરાશાઈ થવાથી કેટલાક લોકો દબાઈ ગયા અને મોટી દુર્ઘટના બની હોવા અંગેની વાત વાયુ વેગે ફેલાતા લોકો ઘટના સ્થળે તેમજ હાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે દોડી આવ્યા હતા.હાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે ઈજાગસ્ત રાજવંશ મહેશભાઈ દેવીપૂજક, ઉ.વ. 21 રહે વડોદરા,વિજયભાઈ ભાઈલાલભાઈ દેવીપૂજક ઉ.વ. 25 રહે.વડોદરા, સોનલબેન વિજયભાઈ દેવીપૂજક ઉ.વ.30 રહે વડોદરા,દક્ષ વિજયભાઈ દેવીપૂજક ઉ.વ.2 રહે વડોદરા,માહીબેન વિજયભાઈ દેવીપૂજક ઉ.વ.5 રહે વડોદરા, દીપકભાઈ નટવરભાઈ દેવીપૂજક ઉ.વ.28 રહે મહેસાણા ,સુમિત્રાબેન વેલસીંગ રાઠવા ઉ.વ.18 રહે ઝાડી સભડો,માનસી ખુમાનસીંગ પલાસ ઉ.વ.21 રહે. મોડા હાટડા ના ઓને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરવામાં આવ્યા હતા.










