VADODARAVADODARA CITY / TALUKO

વડોદરાના યુવાનની બેંગાલુરુમાં કરપીણ હત્યા

વડોદરાના યુવાનની કર્ણાટકના બેંગાલુરુમાં હત્યા થઈ છે. રેવા યુનિવર્સિટીમાં વિદ્યાર્થી ભાસ્કર જેટ્ટી એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. વિદ્યાર્થી ભાસ્કર રેડ્ડી 4 વર્ષ પહેલા એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે બેંગાલુરુ ગયો હતો, યુનિવર્સિટીની ફેરવેલ પાર્ટીમાં વિદ્યાર્થી જૂથો વચ્ચે બબાલ થઈ હતી. સામસામે થયેલી મારામારી વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે.

ફેરવેલ પાર્ટીમાં જ્યારે બબાલ થઈ ત્યારે એક હજારથી વધુ વિદ્યાર્થીઓ હાજર હતા. હત્યાની આ ઘટના બાદ રેવા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. જે વિદ્યાર્થીની હત્યા થઈ છે તેનો પરિવાર વડોદરાના વારસિયા વિસ્તારમાં રહે છે. વિદ્યાર્થીના પરિવારને સમાચાર મળતાં બેંગાલુરુ પહોંચ્યો છે.

[wptube id="1252022"]
Back to top button