
રાજુલા એસટી ડેપોના સ્ટાફ ની પ્રમાણિકતા ….
યોગેશ કાનાબાર રાજુલા
કહેવાય છે કે પ્રમાણિકતા ક્યાંય વેચાતી મળતી નથી એવી વાત છે આ રાજુલા એસટી ડેપોના ડ્રાઇવર કંડક્ટરની રાજકોટ જાફરાબાદ રૂટ ની બસ પોતાના રૂટ મુજબ પસાર થઈ રહી હતી ત્યારે સાવરકુંડલા થી બેસેલા અકબરભાઈ કનોજીયા રહેવાસી મફત પરા રાજુલા જે રાજુલા ઉતરવાના હોય ત્યારે ઉતરવામાં પોતાનું કીમતી પાકીટ ભૂલી ગયેલા જેમાં બે મોબાઈલ સોનાનો ચેન બુટ્ટી વિગેરે આ પાકીટ ભૂલી ગયેલા અને પોતાના ઘરે જતા રહેલા ત્યારે અચાનક આ પાકીટ યાદ આવતા તેમણે રાજુલા એસટી ડેપોના ફરજ પરના ટ્રાફિક કંટ્રોલર અરવિંદભાઈ સરવૈયા નો સંપર્ક કરવામાં આવ્યો અને ત્યારબાદ ટ્રાફિક કંટ્રોલર દ્વારા આ બસના ડ્રાઇવર કંડક્ટરને જાફરાબાદ પહોંચે તે પહેલા સંપર્ક કરતા આ કીમતી દાગીના તેમજ મોબાઇલ મળી આવતા અંદાજિત રૂપિયા 80,000 નો સામાન આ રાજકોટ જાફરાબાદના ડ્રાઇવર નરેશભાઈ બાંભણિયા તેમજ કંડક્ટર પ્રદીપભાઈએ રાજુલા ટ્રાફિક કંટ્રોલર અરવિંદભાઈ સરવૈયા તેમજ આસિસ્ટન્ટ ટ્રાફિક કંટ્રોલર અયુબભાઈ ની રૂબરૂ માં મૂળ માલિકને પરત કરતા તેમના મૂળ માલિક અકબરભાઈ કનોજીયા એ સમગ્ર સ્ટાફ નો ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા અને તેમની પ્રમાણિકતાને તેમણે વંદન કર્યા ત્યારે ઉલ્લેખનીય બાબતે છે કે રાજુલા ડેપોમાં અવારનવાર આવી કીમતી વસ્તુ ઓ મળે છે ત્યારે રાજુલા ડેપોના આ સ્ટાફ જે કોઈ કીમતી વસ્તુઓ જેની હોય છે તેમને પરત કરે છે ત્યારે ખરેખર કહેવાય છે કે ખાનદાની ક્યાંય વેચાતી મળતી નથી….